'મોચા' વાવાઝોડું ખતરનાક બન્યું! મ્યાંમાર અને બાંગ્લાદેશમાં ચક્રવાતને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું! જૂઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-05-15 12:16:50

ચક્રવાત મોચા વિકરાળરૂપ ધારણ કરી રહ્યું છે. વાવાઝોડું વિનાશકારી સાબિત થઈ રહ્યું છે. મ્યાંમારમાં ચક્રવાતને કારણે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. મોચા ચક્રવાતને કારણે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. જે વાવાઝોડાની ચર્ચા ઘણા દિવસોથી ચાલી રહી છે તે મોચા વાવાઝોડું બાંગ્લાદેશ પહોંચ્યું છે. આ વાવાઝોડું વર્ષ 2023નું પહેલું વાવાઝોડુ છે.  જેને કારણે બાંગ્લાદેશ ઉપરાંત મ્યાનમાર અને તેના દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર અહીં 195 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વધીને 250 કિમી પ્રતિ કલાક સુધી વધી શકે છે.

ચક્રવાતને કારણે મ્યાંમારમાં સર્જાશે વિનાશ!

વર્ષ 2023નું પહેલું ચક્રવાત મોચા દિવસેને દિવસે વિનાશકારી બની રહ્યું છે. મ્યાંમારમાં ચક્રવાતને કારણે વિનાશ સર્જાયો છે. મળતી માહિતી અનુસાર મોચા વાવાઝોડું ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. ગઈકાલ બપોરે વાવાઝોડું બાંગ્લાદેશના સિટવે નજીક કોક્સ બજાર અને મ્યાંમારના ક્યોકપ્યું વચ્ચેનો દરિયાકિનારો પાર કરી ચૂક્યું છે. જેને કારણે બાંગ્લાદેશમાં પરિસ્થિતિ એ છે કે ત્યાં કોઇ ફલાઇટ્સ નહી જઇ શકે..  એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.. ત્યાના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.. 

ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. લોકોને ઘરમાં રહેવા માટે કહેવામાં આવ્યું હતું.

WHO દ્વારા ત્યાં રાહત સામગ્રી મોકલાશે!

જો આ વાવાઝોડું ગંભીર રૂપ ધારણ કરે એટલે કે પૂરની સ્થિતિ સર્જાય તો સૌથી વધુ અસર રોહિંગ્યા શરણાર્થીઓને થશે..કેમકે ત્યાં મ્યાનમારના લાખો રોહિંગ્યા લોકો કેમ્પ બનાવીને આશરો લઇ રહ્યા છે..  જો કે આ શરણાર્થીઓને અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરાઇ રહી છે.. ઉપરાંત WHO દ્વારા ત્યાં રાહત સામગ્રી મોકલવામાં આવશે.

વાવાઝોડા વચ્ચે લોકો પરિવાર સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ!  

આ ચક્રવાતની અસર ભારતના અનેક રાજ્યો પર પણ પડી રહી છે. ભારતના ઉત્તર પૂર્વના વિસ્તારો એટલે કે મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ અને આસામના કેટલોક ભાગોમાં ભારે વરસાદ પડવાનું અનુમાન હાલ લગાવામાં આવી રહ્યું છે. પશ્ચિમ બંગાળ,ઓરિસ્સા, અંદમાન નિકોબાર હાઇ એલર્ટ પર છે.ચક્રવાતની ગંભીરતાને જોતા પશ્ચિમ બંગાળમાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં આઠ ટીમ તૈનાત કરાઈ છે. વાત જો ગુજરાતની કરીએ તો આપણા દેશના પશ્ચિમ ભાગમાં આવેલું છે. હાલ પૂરતી આ વાવાઝોડાની ગુજરાત પર કોઇ વિનાશક અસર તો નહી થાય. પરંતુ ગુજરાતમાં ચોમાસાના આગમન પર આ વાવાઝોડાની અસર પડી શકે છે..  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે