પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશના પાંચ રાજ્યોની જાતિઓને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના 13 જિલ્લામાં ગોંડ જાતિના લોકોને અનુસૂચિત જાતિ(SC)માંથી હટાવીને અનુસૂચિત જનજાતિ(ST)માં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોંડ જાતિની પાંચ પેટા જાતિઓ - ધુરિયા, નાયક, ઓઝા, પઠારી અને રાજગોંડને પણ અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કરવામાં આવી છે.
ભાજપે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં આપ્યું હતું વચન
ભાજપે ઉત્તર પ્રદેશની જનતાને આપેલા પોતાના એક મહત્વના ચૂંટણી વચનને પૂર્ણ કર્યું હતું. પાર્ટીએ ગોંડ જાતિને અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કરવા માટે કાયદો લાવવાનું વચન આપ્યું હતું. હકીકતમાં, આ વર્ષે માર્ચમાં, સરકારે લોકસભામાં બંધારણ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ) હુકમ (બીજો સુધારો) બિલ, 2022 રજૂ કર્યું હતું. આ બિલમાં ઉત્તર પ્રદેશની ગોંડ, ધુનિયા, નાયક, ઓઝા, પઠારી અને રાજગોંડ જાતિઓને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની જોગવાઈ હતી, બીલને ધ્વની મતથી પસાર કરવામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ આ બિલ રાજ્યસભામાં પાસ થઈ શક્યું ન હતું. આવી સ્થિતિમાં બીલને કેન્દ્રીય કેબિનેટમાં પસાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડાએ આ બિલ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે આ બિલ 2002માં જ પાસ થયું હતું, પરંતુ ત્યાર પછી ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓનું વિભાજન કરવામાં આવ્યું હતું અને આ કારણે ગોંડ જાતિને અનુસૂચિત જનજાતિમાં જાહેર કરવામાં આવી હોવા છતાં તેને તે દરજ્જો મળી શક્યો ન હતો.






.jpg)








