મોદી સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓમાં હિસ્સો વેચીને 4.04 લાખ કરોડ એકત્ર કર્યા


  • Published By :
  • Published Date : 2022-12-20 18:11:02

નરેન્દ્ર મોદી સરકાર સૌપ્રથમ 2014 માં સત્તામાં આવી ત્યારથી સરકારે જાહેર ક્ષેત્રના સાહસો (CPSEs)ના ડિસઇન્વેસ્ટમેન્ટ અને વ્યૂહાત્મક વેચાણ દ્વારા રૂ. 4.04 લાખ કરોડ એકત્ર કર્યા છે. નાણા મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી. તેમાંથી સૌથી વધુ રૂ. 1.07 લાખ કરોડ રૂપિયાની રકમ 59 કેસમાં ઓફર ફોર સેલ (OFS) દ્વારા એકત્રીત કરવામાં આવી છે. આ પછી, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) દ્વારા 10 તબક્કામાં હિસ્સાના વેચાણ દ્વારા કુલ રૂ. 98,949 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે.

LICમાં હિસ્સો વેચી 20,516 કરોડ મેળવ્યા


છેલ્લા આઠ વર્ષમાં એર ઈન્ડિયા સહિત 10 કંપનીઓના વ્યૂહાત્મક વેચાણથી સરકારી તિજોરીને રૂ. 69,412 કરોડ મળ્યા છે. જ્યારે 45 કેસમાં રૂ. 45,104 કરોડ શેર બાયબેકમાંથી મળ્યા હતા. વર્ષ 2014-15 થી, 17 જાહેર ક્ષેત્રના સાહસો (CPSEs) સૂચિબદ્ધ થયા જેમાંથી રૂ. 50,386 કરોડ પ્રાપ્ત થયા. સરકારને ફક્ત વીમા કંપની LICના પ્રારંભિક જાહેર ઓફર (IPO)માંથી રૂ. 20,516 કરોડ મળ્યા હતા.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.