દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે લાગ્યા મોદી મોદીના નારા! નારા પર અરવિંદ કેજરીવાલે જવાબ આપતા કહ્યું કાશ....


  • Published By :
  • Published Date : 2023-06-08 15:43:57

દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી ચર્ચામાં આવ્યા છે.  ગુરૂગોવિંદ સિંહ ઈન્દ્રપસ્થ યુનિવર્સિટીનું ઉદ્ધાટન કરવા સીએમ પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં એલજી વિનયકુમાર સક્સેના પણ હાજર હતા. ઉદ્ધાટન કોણ કરશે તેને લઈને પણ વિવાદ છેડાયો હતો. દિલ્હી સરકારે જાહેરાત કરી હતી કે સીએમ ઉદ્ધાટન કરશે જ્યારે રાજભવનના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ઉદ્ધાટન માટે રાજ્યપાલનો સમય માગવામાં આવ્યો છે. એલજી કેમ્પસનું ઉદ્ધાટન કરશે. ત્યારે ઉદ્ધાટન બંને નેતાઓએ સાથે કર્યું હતું.

        

કેજરીવાલ સામે લાગ્યા મોદી મોદીના નારા!

ગુરૂગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીના ઉદ્ધાટન કરવા સીએમ અરવિંદ કેજરીવાલ અને એલજી બંને પહોંચ્યા હતા. બંને વચ્ચે ચાલતા વિવાદ વચ્ચે કેમ્પસનું ઉદ્ધાટન કોણ કરશે તે અસમંજસ હતું કારણ કે બંને ઉદ્ધાટન કરવા પહોંચ્યા હતા. બંને જણાએ સાથે ઉદ્ધાટન કર્યું હતું. પરંતુકાર્યક્રમમાં હંગામો થઈ ગયો હતો. અરવિંદ કેજરીવાલને સામે મોદી મોદીના નારા લાગ્યા હતા. કેજરીવાલ શિક્ષણના ક્ષેત્રમાં પોતાના સરકારની ઉપલબ્ધીઓ ગણાવતા હતા તે દરમિયાન લોકોએ હો હો ના નારા લગાવ્યા હતા. હાથ જોડીને કેજરીવાલે કહ્યું કે કઈ વાંધો નહીં, પછી કહી દેજો.. પરંતુ જે લોકો નારા લગાવતા હતા તે શાંત ન થયા. જે બાદ કેજરીવાલ શાંત થઈ ગયા.

  

મોદીના નારા પર કેજરીવાલે આપી પ્રતિક્રિયા!

મોદી મોદીના નારા સામે કેજરીવાલના સમર્થકોએ કેજરીવાલ કેજરીવાલના નારા લગાવ્યા હતા. શાંત થયા પછી અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ નારાથી શિક્ષણ વ્યવસ્થા સારી થઈ શક્ત તો ઘણું બધું 70 વર્ષમાં... મારૂં તમને લોકોને હાથ જોડીને નિવદેન છે. આ પાર્ટીવાળાઓ અને તે પાર્ટીવાળાઓને પણ. મારી 5 મિનિટ વાત સાંભળી લો. ન ગમે તો પછી નારા લગાવજો.        

અનેક વખત ભાષણ દરમિયાન કેજરીવાલને થવું પડ્યું શાંત!

તે બાદ ફરી એક વખત સીએમ કેજરીવાલને શાંત થવું પડ્યું હતું. કારણ કે ત્યાં ઉપસ્થિત લોકોએ બૂમો પાડવાની શરૂ કરી દીધી હતી. જેને લઈ કેજરીવાલ રોકાઈ ગયા અને અનેક મિનિટો બાદ તેમણે બોલવાનું શરૂ કર્યું. સીએમએ ફરી એક વખત બોલવા માટે સમય માગતા કહ્યું કે જો તમે મંજૂરી આપો તો હું પાંચ મિનિટ બોલી લઉ. મારી વાત સારી ન લાગે તો મારી વાત છોડી દેજો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે