અમેરિકામાં પીરસાશે 'મોદીજી થાળી'! ન્યુજર્સીની એક રેસ્ટોરન્ટે મોદીજીના નામ પર ખાસ થાળી લોન્ચ કરી, જુઓ કઈ વાનગી પીરસાશે?


  • Published By :
  • Published Date : 2023-06-13 12:44:49

દુનિયાના નેતાઓમાં નરેન્દ્ર મોદીની ગણતરી સૌથી લોકપ્રિય નેતાઓમાં થાય છે. બીજા દેશના નેતાઓ સાથે અવારનવાર મુલાકાત કરતા હોય છે. ત્યારે થોડા સમય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે જવાના છે. પરંતુ તેમની મુલાકાત પહેલાં ન્યુજર્સીના એક રેસ્ટોરન્ટમાં મોદીજીના નામ પર એક ખાસ થાળી લોન્ચ કરવામાં આવી છે. તે થાળીમાં ભારતીય વાનગીઓનો સમાવેશ થાય છે જેમ કે ખીચડી, ઢોકળા, સરસોનું શાક અને દમ આલુથી લઈને કાશ્મીરી મિજબાની, તિરંગા ઈડલી સહિત અનેક વાનગીઓનો સમાવેશ થાય છે. 



નરેન્દ્ર મોદીના નામ પર ભોજનની થાળી બહાર પડાશે!    

પીએમ  મોદીના ફેન્સ ન માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં પણ છે. પીએમ મોદીની લોકચાહના વધારે છે. ત્યારે થોડા સમય બાદ અમેરિકાની મુલાકાત પીએમ મોદી લેવાના છે. તે પહેલા ન્યુજર્સીમાં એક રેસ્ટોરન્ટે મોદીજીના નામ પર એક સ્પેશિયલ થાળી લોન્ચ કરી છે જેમાં ભારતીય વાનગીઓનો અને ખાસ કરી ગુજરાતી વાનગીઓનો સમાવેશ થાય છે. મોદીજીના નામ પર જે થાળી લોન્ચ કરવામાં આવી છે તેમાં ખીચડી, રસગુલ્લા, સરસોંનું શાક અને દમ આલુથી લઈને કાશ્મીરી મિજબાની, તિરંગા ઈડલી, ઢોકળા, છાશ અને પાપડનો સમાવેશ છે.


વિદેશમંત્રીના નામ પર પણ વિશેષ થાળી લોન્ચ કરાશે!

આ પહેલી વખત નથી જ્યારે પીએમ મોદીના નામ પર થાળી બહાર પાડવામાં આવી હોય. આની પહેલા પણ આવી ઘટના બની છે. પીએમ મોદીના જન્મદિવસ પહેલા દિલ્હીના એક રેસ્ટોરન્ટે 56 ઈંચની નરેન્દ્ર મોદી થાળી લોન્ચ કરી હતી. જે રેસ્ટોરન્ટે આ થાળી લોન્ચ કરી છે તેમણે જણાવ્યું છે કે ટૂંક સમયમાં વિદેશ મંત્રી એસ જયશંકરના નામ પર પણ વિશેષ થાળી લોન્ચ કરવામાં આવશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે