'સોમવાર' સપ્તાહનો સૌથી ખરાબ દિવસ છે, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસે કરી સત્તાવાર જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 15:19:08

કોઈ તમને પૂછે કે તમારો પ્રિય વાર કયો તો ચોક્કસપણે તમે રવિવારનું નામ આપશો. જો કે સૌથી અપ્રિય વાર અંગે સોમવાર જ સર્વસ્વીકૃત છે. વિકેન્ડની મજા માણતા લોકોને રવિવારે ફરીથી કામ પર જવું પડે છે એટલા માટે ઘણા લોકો સોમવારને નાપસંદ કરે છે. જો કે હવે વિશ્વ વિખ્યાત ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસ (GWR)એ પણ સોમવાર પ્રત્યે લોકોની ઉદાસીનતાનું સંજ્ઞાન લીધું છે.  


સપ્તાહનો સૌથી ખરાબ દિવસ જાહેર


ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસે સત્તાવાર રીતે સોમવારને સપ્તાહનો સૌથી ખરાબ દિવસ જાહેર કર્યો છે. તેનો મતલબ એ કે તમે હવે સોમવારને તમારા ખરાબ મૂડ માટે ચોક્કસપણે દોષિત ઠરાવી શકો છો. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડે તેના  ટ્વીટર હેન્ડલ પર લખ્યું " અમે સત્તાવાર રીતે સપ્તાહના સૌથી ખરાબ દિવસનો રેકોર્ડ સોમવારના નામે કરીએ છીએ"



ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ શું છે?


ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ પ્રતિવર્ષ પ્રકાશિત થતો એક સંદર્ભ ગ્રંથ છે. આ પુસ્તકમાં વિશ્વના અનોખા કીર્તિમાનો (રેકોર્ડ)નો સંગ્રહ અને સંકલન કરવામાં આવે છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે અત્યાર સુધીમાં 143 મિલિયન (14.3 કરોડ)નકલો છાપી છે અને હવે તે વૈશ્વિક બ્રાન્ડ છે. લંડન, ન્યૂયોર્ક, બેઇજિંગ, ટોક્યો અને દુબઈમાં તેની ઓફિસો છે. તેની સાથે જોડાયેલા લોકો દુનિયાભરમાં ફેલાયેલા છે.



ગુજરાતમાં બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા છે. ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણાને જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને ટિકીટ આપી છે. ગુજરાત માટે આમ આદમી પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોને જવાબદારી સોંપી છે પ્રચાર માટેની..

સાબરકાંંઠા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલ્યા છે. શોભનાબેન બારૈયાને ટિકીટ આપવામાં આવી છે. શોભનાબેનને ટિકીટ અપાતા ભાજપના કાર્યકર્તાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઉમેદવારના કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી.

વલસાડ લોકસભા બેઠક પર ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે તો કોંગ્રેસે અનંત પટેલને ટિકીટ આપી છે. બંને ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. અનંત પટેલ આક્રામક દેખાય છે ત્યારે ફરી એક વખત અનંત પટેલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.

UPSCનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. આદિત્ય શ્રીવાસ્તવે પરીક્ષાને ટોપ કરી છે... લાખો ઉમેદવારોનું સપનું હોય છે યુપીએસસી એક્ઝામ ક્લીયર કરવા માટે.