Morbi : Heart Attackનો સિલસિલો યથાવત, ક્રિકેટ રમીને પરત ફરતી વખતે યુવાનને આવ્યો હાર્ટ એટેક....


  • Published By :
  • Published Date : 2024-05-01 17:49:48

ગઈકાલથી હાર્ટ એટેક ચર્ચાનો વિષય બન્યો છે. કોરોના વેક્સિન બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે તેવી વાતો ગઈકાલથી થઈ રહી છે. યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી કારણ કે નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે.. ત્યારે મોરબીમાં વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી માહિતી સામે આવી છે....

Heart Attack:  A young man returning from playing cricket in Morbi died of a heart attack family mourns Heart Attack: મોરબીમાં ક્રિકેટ રમી પરત ફરતા યુવાનનું  હાર્ટ એટેકથી મોત, પરિવારમાં માતમ


હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા!

એક સમય હતો જ્યારે હાર્ટ એટેક માટે માનવામાં આવતું હતું કે મોટી ઉંમરના લોકોને હાર્ટ એટેક આવે છે.. પરંતુ કોરોના બાદ પરિસ્થિતિ બદલાઈ છે.. યુવાનો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.. ના માત્ર યુવાનો પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યો છે તેવા કિસ્સાઓ આપણી સામે છે. કોઈને ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવે છે તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટે છે... યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ જાણે સામાન્ય બની ગયા છે..  


વધુ એક આશાવાદી યુવાનનું થયું મોત!

મોરબીમાં વધુ એક હાર્ટ એટેકને કારણે યુવાનનું મોત થયું છે તેવી માહિતી સામે આવી છે... ક્રિકેટ રમી પરત ફરતી વખતે યુવાનને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું.. મળતી માહિતી અનુસાર જે વ્યક્તિનું મોત થયું છે તેનું નામ રમેશભાઈ બાલાસરા છે અને તેમની ઉંમર 38 વર્ષની હતી.. મહત્વનું છે મોરબીથી આવી ઘટના પહેલા પણ સામે આવી છે જેમાં ઉંઘતા ઉંઘતા લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે કાયમ માટે ઉંઘી જાય છે... 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે