મોરોક્કોમાં ભૂકંપના કારણે મૃત્યુઆંક 2 હજારને વટાવી ગયો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી


  • Published By :
  • Published Date : 2023-09-10 17:52:56

આફ્રિકાના દેશ મોરોક્કોમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 2 હજારને વટાવી ગયો છે. મોરોક્કોના ગૃહ મંત્રાલયે દાવો કર્યો છે કે લગભગ 1,500 લોકો ઘાયલ પણ થયા છે. મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે, કારણ કે સેંકડો લોકોની હાલત અત્યંત નાજુક છે. ગત શુક્રવારે મોડી રાત્રે એક પ્રચંડ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 6.8 હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મરાકેશ શહેરથી 70 કિલોમીટર દૂર હતું. અહીં ભયાનક વિનાશ સર્જાયો છે. મારકેશ એટલાસ ટેકરીઓની વચ્ચે આવેલું એક ઐતિહાસિક શહેર છે. દર વર્ષે 20 લાખથી વધુ પ્રવાસીઓ આવે છે. હાલ મારકેશમાં કાટમાળ અને લાચારી જોવા મળી રહી છે. લોકોને ઘરની બહાર રાત વિતાવવી પડી રહી છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં આ અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ભૂકંપ છે.


ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જારી કરી

 

ભૂકંપ બાદ, રાબાતમાં ભારતીય દૂતાવાસે શનિવારે એક એડવાઈઝરી જારી કરી અને કહ્યું કે તે ભારતીય સમુદાયના સંપર્કમાં છે. દૂતાવાસે જણાવ્યું હતું કે, "ભૂકંપને કારણે કોઈપણ ભારતીય નાગરિક પ્રભાવિત થયા હોવાની હજુ સુધી કોઈ જાણકારી નથી." તેણે મોરોક્કોમાં હાજર તમામ ભારતીય નાગરિકોને ધીરજ રાખવા અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા સમયાંતરે જારી કરવામાં આવતી સલાહ/ ગાઈડલાઈન્સનું પાલન કરવા વિનંતી કરી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકો દુતાવાસના હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકે છે જે કોઈપણ મદદ માટે ચોવીસ કલાક ઉપલબ્ધ છે.


PM મોદીએ સંવેદના વ્યક્ત કરી


PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે મોરોક્કોમાં આવેલા ભયાનક ભૂકંપના કારણે થયેલા જાનમાલના નુકસાનથી હું અત્યંત દુ:ખી થયો છું. આ દુ:ખની ઘડીમાં મારી સંવેદનાઓ તે  લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘાયલો જલદી સાજા થાય. ભારત આ મુશ્કેલ સમયમાં મોરોક્કોને તમામ સંભવ મદદ કરવા માટે તૈયાર છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે