ઉત્તરાખંડમાં હિમસ્ખલન: 11 પર્વતારોહકોના મોત,18 લોકોને બચાવવા સેનાનું રેસ્ક્યૂ અભિયાન શરૂ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 18:20:51

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મંગળવારે ભયાનક હિમસ્ખલનના કારણે 11 પર્વતારોહકોના મોત થયા છે. આ ઘટના દ્રૌપદી કા ડાંડા નામના સ્થળે બની હતી, જ્યાં સામાન્ય રીતે પર્વતારોહણને તાલીમ આપવામાં આવે છે. નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (NIM)ના 29 ટ્રેની ગયા હતા. આ હિમસ્ખલનમાં હજુ પણ 18 લોકો ફસાયેલા છે. બીજી તરફ NDRF-SDRF અને સેનાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલું છે. 


સેનાનું બચાવ અભિયાન શરૂ


ઉત્તરકાશીના  દ્રૌપદી કા ડાંડા-2 પર ટ્રેકિંગ માટે ગયેલા નહેરુ ઈન્સ્ટીટ્યુટના 29 પર્વતારોહકો બરફના ભારે તોફાનમાં ફસાયા હતા. ત્યાર બાદ પર્વતારોહકોને બચાવી લેવા માટે  તંત્ર દ્વારા તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું જેમાં 11 લોકોની લાશ પણ બહાર કાઢવામાં આવી છે. હાલમાં સેનાનું રેસ્ક્યૂ અભિયાન ચાલી રહ્યું છે. સેનાએ આઈટીબીપી સાથે મળીને ફસાયેલા પર્વતારાહીનું રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. ઈન્ડીયન એરફોર્સ બરફમાં ફસાયેલા પર્વતારોહીને બચાવી લેવા માટે ચિતા હેલિકોપ્ટરને કામે લગાડ્યાં છે. 


રાજનાથ અને અમિત શાહે ટ્વિટ કરી મૃતકો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું


સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અને ગૃહ મંત્રી અમિત શાહે પર્વતારોહકો નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાજનાથ સિંહે ટ્વિટર પર કહ્યું કે, “ઉત્તરકાશીમાં નેહરુ પર્વતારોહણ સંસ્થા દ્વારા કરવામાં આવેલા પર્વતારોહણ અભિયાનમાં ભૂસ્ખલનને કારણે જાનહાનિ અને સંપત્તિના નુકસાનથી ખૂબ જ દુઃખી છું. તેમના પ્રિયજનોને ગુમાવનારા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .