માફિયા મુખ્તાર અંસારીને UPના ગાઝીપુરની MP-MLA કોર્ટે ફટકારી 10 વર્ષની સજા, 5 લાખનો દંડ


  • Published By :
  • Published Date : 2023-04-29 16:04:49

માફિયા મુખ્તાર અંસારી પર ગેંગસ્ટર કેસમાં કોર્ટનો ચુકાદો આવી ગયો છે. મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તે સાથે જ પાંચ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. મુખ્તાર અંસારી સામે બિજેપીના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયના ખુન કેસમાં સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે વારાણસીના વેપારી નંદકિશોર રૂંગટાના અપહરણ કેસને પણ આધાર બનાવીને મુખ્તારને સજા સંભળાવી છે. 


સમગ્ર મામલો શું છે?

 

અત્રે ઉલ્લેખનિય છે કે 29 નવેમ્બર, 2005ના રોજ, ગાઝીપુરના ભંવરકોલ પોલીસ સ્ટેશન હેઠળના સિયાડી ગામમાં એકે-47 જેવા અત્યાધુનિક હથિયારોથી 400 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરીને ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય સહિત સાત લોકો માર્યા ગયા હતા. જ્યારે સાત લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે BHU લાવવામાં આવી રહ્યા હતા, ત્યારે બીજેપી ધારાસભ્યના સમર્થકો ઉશ્કેરાયા હતા અને વિવિધ સ્થળોએ તોડફોડ અને હિંસા થઈ હતી.


આ કેસમાં વર્ષ 2007માં ગેંગસ્ટર એક્ટ્ હેઠળ અફઝલ અંસારી અને માફિયા ડોન મુખ્તાર અંસારી અને બંનેના બનેવી એઝાઝુલ હક સામે કેસ નોંધાયો હતો. આ ઘટનામાં સામેલ એઝાઝુલ હકનું મોત થઈ ચુક્યું છે. આ કેસની સુનાવણી 1 એપ્રીલે પુરી થઈ હતી અને આજે તેમને સજા સંભળાવવામાં આવી હતી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.