MP : પિતાએ કરી 12 દિવસ પહેલા જન્મેલા દીકરાની હત્યા કરી નાખી! ત્રીજા સંતાનમાં પુત્ર નહીં પરંતુ જોઈ હતી દીકરી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-16 15:50:38

આપણે કહેતા હોઈએ છીએ કે દીકરો - દીકરી એક સમાન છે. અનેક લોકોને આવી વાતો કરતા સાંભળ્યા હશે. પરંતુ જ્યારે આ વાતને માનવાની આવે ત્યારે? ત્યારે દીકરો વ્હાલો હોય છે દીકરી કરતા. અનેક એવી ઘટના સામે આવતી હોય છે જેમાં દીકરીનો જન્મ થયો હોય તો તેને મારી નાખવામાં આવે છે, લોકોને દીકરો વ્હાલો હોય છે. લોકો ઈચ્છતા હોય છે કે તેમના ઘરમાં દીકરાનો જન્મ થાય પરંતુ મધ્યપ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દીકરીનો જન્મ ન થતા પિતાએ પોતાના નવજાત દીકરાને મોતને ઘાટ ઉતાર્યો છે. 

पिता ने कर दी नवजात बेटे की हत्या

12 દિવસના પુત્રને પિતાએ ઉતાર્યો મોતને ઘાટ

આ સમાચાર સાંભળીને નવાઈ લાગી હશેને કે હજી સુધી દીકરા માટે દીકરીની હત્યા અનેક કરતા આવ્યા છે ત્યારે દીકરી માટે કોઈએ પોતાના નવજાત દીકરાની હત્યા કરી નાખી. ઘટના મધ્યપ્રદેશના બૈતુલની છે જ્યાં એક પિતાએ પોતાના 12 દિવસ પહેલા જન્મેલા દીકરાની હત્યા કરી નાખી છે. પિતાએ 12 દિવસ પહેલા જન્મેલા દીકરાને એટલા માટે મોતને ઘાટ ઉતાર્યો કારણ કે ઈચ્છતા હતા કે તેમનું ત્રીજુ સંતાન દીકરી થાય. પહેલેથી બે દીકરા તેમના હતા. મળતી માહિતી અનુસાર હત્યા કરનાર પિતાની ધરપકડ કરવામાં આવી છે. નશાની હાલતમાં પોતાના નવજાત સંતાનનું ગળું દબાવી દીધું અને તેને મારી દીધો. 


નશાની હાલતમાં બાળકનું ગળું દબાવ્યું 

મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારની છે. બૈતુલ કોરવાલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા બજ્જરવાડા ગામમાં આવી ક્રૂર ઘટના બની છે. નશાની હાલતમાં આવેલા પિતાએ પોતાના બાળકને મોતને ઘાટ ઉતાર્યો. જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે. પોલીસને મૃતકની માતાએ જણાવ્યું કે દારૂના નશામાં આવેલા તેના પતિ અનિલે તેની સાથે મારપીટ કરી અને પછી તેની પાસેથી બાળકને છીનવી લીધો. રુચિકા ડરને કારણે ત્યાંથી ભાગી ગઈ. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.