મુંબઈ ઈન્ડિયન્સે વુમેન્સ પ્રીમિયર લીગની ટી-શર્ટ સોશિયલ મીડિયા પર કરી લોન્ચ, હરમનપ્રીત કૌર કરી રહી છે ટીમનું નેતૃત્વ


  • Published By :
  • Published Date : 2023-02-25 17:53:45

આ વર્ષે વુમન્સ પ્રીમિયર લીગ 2023 રમાવા જઈ રહી છે. પાંચ ટીમો વચ્ચે આ મેચ ખેલાવાની છે જેમાં મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, યુપી વોરિયર્સ, ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સમાવેશ થાય છે. ત્યારે મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં મહિલા પ્રીમીયર લીગની આગામી સિઝન માટે પોતાની જર્સી લોન્ચ કરી હતી. 4 માર્ચના રોજ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાવાની છે.     

મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં થાય છે હરમનપ્રીતનો સમાવેશ 

છેલ્લાં 16 વર્ષથી આપણે IPL માણતા આવ્યાં છીએ, પરંતુ આ વર્ષથી WPL એટલે મહિલા પ્રિમીયર લીગ યોજાવાની છે જેને લઈ મહિલાઓને પણ આપણે IPLરમતાં જોઈ શકીશું. થોડા દિવસો પહેલા મહિલા પ્રીમિયર લીગ માટે ઓક્શનનું આયોજન થયું હતું જેમાં મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી પણ હાજર રહ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીતનો સમાવેશ થાય છે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ગુજરાત જાયન્ટ્સની સામે મેચ રમશે.આ મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાવાની છે. 

આ ખેલાડીઓનો થાય છે સમાવેશ 

મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો આ ટીમમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીતનો સમાવેશ થાય છે. તે સિવાય નેટ સાઈવર, એમેલિયા, પૂજા વસ્ત્રાકર, યસ્તિકા ભાટિયા, હીથર ગ્રેહામ, ઈસાબેલ વોંગ, અમનજોત કૌર, ધારા ગુજર, સાયકા ઈશાક, હેલી મેથ્યુઝ, કલો ટ્રાયન, હુમૈરા ખાઝી, પ્રિયંકા બાલા, સોનમ યાદવ, જીન્તિમણી કલિતા, નીલમ બિષ્ટ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી છે. ટીમે હરમનપ્રીત કૌરને 1.80 કરોડમાં ખરીદી હતી જ્યારે ઈંગ્લેન્ડની ઓલરાઉન્ડર નેટ સાઈવરને 3.20 કરોડમાં ખરીદી હતી. સોશિયલ મીડિયા પર મુબંઈ ઈન્ડિયન્સે પોતાની ટી-શર્ટ લોન્ચ કરી છે. 

પ્રથમ સિઝનમાં આટલી મેચો રમાશે  

વુમેન્સ પ્રીમિયર લીગ 2023ની પ્રથમ સિઝનમાં કુલ 20 લીગ મેચો રમાશે અને બે પ્લેઓફ મેચ રમાશે. 23 દિવસ સુધી ટુર્નામેન્ટ રમાવાની છે. WPL 2023માં કુલ ચાર ડબલ હેડર મેચ રમાશે. દિવસની પહેલી મેચ 3.30 વાગ્યે રમાશે જ્યારે બીજી મેચની શરૂઆત સાંજે 7.30 વાગ્યથી થવાની છે. 


ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે