રાજ્યની નગરપાલિકાઓનો વહીવટ ખાડે, વીજ કંપનીઓએ આ નપાના વીજ કનેક્સન કાપ્યા, લોકોને હાલાકી


  • Published By :
  • Published Date : 2023-01-22 16:14:50

સામાન્ય લોકો વિજ બીલ ન ભરે તો વિજ કંપનીઓ એકી ઝાટકે વીજ જોડાણ કાપી નાખતી હોય છે. જો કે રાજ્યની કેટલીક નગરપાલિકાઓ એવી પણ છે જેને વિજ બિલ નહીં ભરવાનાને લઈ વીજ કંપનીઓએ નોટિસ ફટકારી છે. જ્યારે અન્ય નગરપાલિકાઓના વીજ જોડાણ કાપી નખવામાં આવ્યા છે. રાજ્યની આ નગરપાલિકાઓનો વહીવટી ખાડે ગયો છે અને તેના કારણે જ આ સ્થિતી સર્જાઈ છે.


ગોધરા નગરપાલિકા


પંચમહાલ જિલ્લાની સૌથી મોટી ગોધરા નગરપાલિકાને ધ્ય ગુજરાત વીજ કંપનીને 8.33 કરોડ જેટલી રકમ વીજ બિલ પેટે ચૂકવવાની બાકી છે. વીજ કંપનીએ તાજેતરમાં જ પાલિકાને વીજ જોડાણ કાપી નાખવાની ફરજ પડશે તેવી ચેતવણી આપતી નોટિસ પાઠવી હતી.જો કે નગરપાલિકા પ્રમુખ સંજય સોનીએ વીજ કંપનીને બાકી વીજ બિલના નાણાં ભરપાઈ કરવાની લેખિત ખાતરી આપી વીજ જોડાણ કાપવા કે અન્ય કાર્યવાહી નહીં કરવા જણાવ્યું છે. 


ગોંડલ અને જસદણ નગરપાલિકા


રાજકોટ જિલ્લાની ગોંડલ અને જસદણ નગરપાલિકાના પાસેથી PGVCLએ ઉઘરાણી કરી છે. PGVCLએ બન્ને નગરપાલિકા પાસેથી બીલની રકમ વસૂલી છે. ગોંડલ નગરપાલિકા પાસેથી 20 લાખ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી છે. જ્યારે જસદણ નગરપાલિકા પાસેથી 9 લાખ રૂપિયાની ઉઘરાણી કરી છે. નગરપાલિકાઓએ વીજબીલ ન ભરતાં PGVCLની ટીમ ગઈ કનેક્શન કાપવા ગઈ હતી. કનેક્શન કપાવાના ભયને લઇ નગરપાલિકાએ તાત્કાલિક વીજબીલ ભર્યું હતું.


ધાનેરા નગરપાલિકા


બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકા તેના રેઢીયાળ વહીવટ તથા આંતરિક રાજકારણના કારણે સતત ચર્ચામાં રહેતી હોય છે.   છેલ્લા ઘણા સમયથી ધાનેરા નગરપાલિકાના વહીવટદારોએ વીજ બીલ ન ભરતા ધાનેરા નગરપાલિકાને અનેક નોટિસ ફટકરવામાં આવી હતી. જો કે તેમ છતાં પાલિકાના વહીવટદારોએ વીજ બીલ ન ભરતા આખરે વીજ કંપનીએ વીજ કનેક્શન કાપી નાખ્યું છે. નગરપાલિકાએ 2.60 કરોડનું વીજ બીલ ન ભરતા વીજ કનેક્શન કપાયું છે. જો કે હજુ પણ બોર સ્ટ્રીટ લાઈટ તેમજ ઓફિસનું વીજ બીલ ભરવાનું બાકી છે. 


બોરીયાવી નગરપાલિકા


આણંદ જિલ્લાની બોરીયાવી નગરપાલિકાનું રૂ.60.15 લાખનું વીજબીલ બાકી છે. નગરપાલિકાની બેદરકારીને કારણે સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કપાવાથી બોરીયાવીના રસ્તાઓ અંધકારમય બન્યા છે અને સ્થાનિકો અંધારામાં ચાલવા મજબૂર બન્યા છે.  વીજ કંપનીએ આ વીજ કનેક્શન કાપવા સાથે હવે ગટર અને પાણીનું જોડાણ કાપવાની ચીમકી ઉચ્ચારી છે. 


સલાયા નગરપાલિકા


દેવભૂમિ દ્વારકાની સલાયા નગરપાલિકાનું 45 લાખ જેટલું વીજ બિલ બાકી છે. PGVCLએ આકરી કાર્યવાહી કરતા સલાયા નગરપાલિકા વોટર વર્કસ શાખાનું વીજ જોડાણ કાપી નાંખ્યુ છે. નગરપાલિકાના વોટર વર્ક્સનું વીજ કનેક્શન કટ થઈ જતાં સલાયા વિસ્તારમાં પાણી વિતરણ ખોરવાયું છે. છેલ્લા ત્રણ દિવસથી નગરપાલિકામાં પાણી વિતરણ બંધ છે. 45 હજારની વસ્તી ધરાવતા સલાયા ગામના લોકો પાણી વગર ટળવળી રહ્યા છે. 


પ્રાંતિજ નગરપાલિકા


સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકાના માથે 82 લાખથી વધારેનું વીજ બિલ બાકી બોલે છે. તેના કારણે છેલ્લા બે વર્ષમાં ચાર વખત વીજ કનેક્શન કપાઈ ચૂક્યું છે. વીજ બિલ ન ચૂકવાતા પ્રાંતિજ વીજ વિભાગ દ્વારા પ્રાંતિજ પાલિકાના સ્ટેટ લાઈટ સહિતના 35થી વધારે કનેક્શન કાપી નાખ્યા હતા. જોકે પાલિકાએ તાત્કાલિક ધોરણે પાંચ લાખ જેટલી રકમ ભરી હાલ વીજ કનેક્શન શરૂ કરાયું છે. જો કે એક તરફ પ્રાંતિજ નગરપાલિકામાં 60 ટકાથી વધારે ટેક્સની રકમ નિયમિત રીતે ભરપાઈ થઈ રહી છે. તો બીજી તરફ વિપક્ષ નગરપાલિકાના વહીવટકર્તાઓ પર અણઘડ વહીવટનો આરોપ લગાવી રહ્યા છે. 


ખેડા જિલ્લાની કેટલી નપાના વિજ બિલ બાકી?


ખેડા જિલ્લાની તમામ 10 નગરપાલિકાના લાઈટ બિલ બાકી છે. તે જ પ્રકારે ખેડા અને મહેમદાવાદ નગરપાલિકાના બિલ બાકી હોવાથી કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. જિલ્લાની 10 નગરપાલિકાઓમાં નડિયાદ, મહેમદાવાદ, ઠાસરા, કપડવંજ, ચકલાસી, ડાકોર, મહુધા, કણજરી, કઠલાલ, અને ખેડાનો સમાવેશ થાય છે. આ તમામ નગરપાલિકાના બિલ ચૂકવવાના બાકી હોવાથી વહીવટી તંત્ર અને સત્તાધીશો સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. વીજ કંપનીએ અનેક નોટીસ ફટકારી છે પણ પરિણામ શુન્ય છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.