ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, ચમોલીમાં નમામી ગંગે પ્રોજેક્ટના સ્થળે વીજ કરંટ લાગતા 16ના મોત, ઈન્સ્પેક્ટર સહિત 11 દાઝી ગયા


  • Published By :
  • Published Date : 2023-07-19 17:37:55

ઉત્તરાખંડના ચમોલીમાં બુધવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ચમોલી બજાર નજીક અલકનંદા નદીના કિનારે નમામિ ગંગે પ્રોજેક્ટની સાઈટ પર અચાનક જ કરંટ લાગતા 16 લોકોના મોત થયા છે અને 11 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.  ઘાયલોને 6 લોકોને એઈમ્સ ઋષિકેશમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 5 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નમામી ગંગે પ્રોજેક્ટની સાઈટ પર કામ ચાલી રહ્યું છે, બુધવારે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ તે સમયે 24 લોકો ઘટના સ્થળે હાજર હતા જેમાંથી લગભગ 16 લોકોના મોત થયા છે.

મીટર વાયર દ્વારા કરંટ ફેલાયો 


ચમોલીના એનર્જી કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત સક્સેનાએ જણાવ્યું કે ગઈકાલે રાત્રે વીજળીનો ત્રીજો ફેઝ ડાઉન થઈ ગયો હતો. બુધવારે ત્રીજો ફેઝ જોડવામાં આવ્યો હતો, ત્યાર બાદ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પરિસરમાં કરંટ દોડી ગયો હતો. ટ્રાન્સફોર્મરથી લઈને મીટર સુધી એલટી અને એસટી વાયર ક્યાંય તૂટેલા નથી, મીટર બાદ વાયરોમાં કરંટ દોડી ગયો હતો. સમાચાર મળતાની સાથે જ પરિવારના સભ્યો સાથે ઘણા ગામલોકો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યારે તે અહીં પહોંચ્યા ત્યારે પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી. આ દરમિયાન ત્યાં ફરી કરંટ ફેલાઈ ગયો હતો. ઘણા લોકો આની ઝપેટમાં આવી ગયા.


5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત


મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચમોલી ઘટનામાં મૃતકોના આશ્રિતોને પાંચ-પાંચ લાખ રૂપિયા અને ઘાયલોને એક-એક લાખ રૂપિયાની રાહત રકમ આપવાની સૂચના આપી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીને ફોન કરીને ચમોલીની ઘટના વિશે પૂછપરછ કરી હતી. સ્થિતિ વિશે માહિતી આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે