'મુઘલો ક્રૂર હતા તો તેમનો તાજ મહેલ અને લાલ કિલ્લો પણ તોડી પાડો': નસીરૂદ્દીન શાહ


  • Published By :
  • Published Date : 2023-02-24 18:41:38

બોલિવુડના દિગ્ગજ કલાકાર નસીરૂદ્દીન શાહ તેમના વિચારો નિર્ભિક રીતે રજુ કરવા માટે જાણીતા છે. મુઘલો અંગે આપેલા તેમના એક નિવેદને દેશમાં ખાસ્સી ચર્ચા જગાવી છે. શાહે કહ્યું કે મુઘલોનું અપમાન ન કરવું જોઈએ.



મુઘલો અંગે કરી આ વાત


નસિરૂદ્દીન શાહને જ્યારે પુછવામાં આવ્યું  કે આજે જ્યારે એ માનવામાં આવી રહ્યું છે કે દેશની સાથે જે પણ ખરાબ થયું તે મુઘલોના સમયમાં જ થયું છે આ અંગે તમે શું કહેશો? આ સવાલનો જવાબ આપતા શાહે કહ્યું કે "તેમને આશ્ચર્ય થાય છે કારણ કે આ બાબત જ હાસ્યાસ્પદ છે. મારો કહેવાનો મતલબ છે, કે લોકો અકબર અને નાદિર શાહ કે બાબરના પરદાદા તૈમૂર જેવા આક્રમકો વચ્ચેનું અંતર જ સમજી શકતા નથી." આક્રમકો લૂંટના ઈરાદે આવ્યા હતા, મુઘલો અહીં લૂંટ કરવા નહીં પણ પોતાનું ઘર બનાવવા માટે આવ્યા હતા અને તેમણે તેવું જ કર્યું તેમના યોગદાનને કોણ નકારી શકશે? 


શાહે વધુમાં કહ્યું કે એવું માની લેવું કે "મુઘલોમાં માત્ર ખરાબીઓ જ હતી તે બાબત દેશના ઈતિહાસ અંગેનું અજ્ઞાન દર્શાવે છે. તેવું બની શકે કે ઈતિહાસના પુસ્તકોમાં ભારતની સ્વદેશી સંસ્કૃતિની કિંમતે મુઘલોનું મહિમામંડન કરાયું હોય. પરંતું તેમના શાસનકાળને માત્ર વિનાશકારી સ્વરૂપે જ દર્શાવવો તે યોગ્ય નથી."


લાલ કિલ્લો અને તાજ મહેલ તોડી પાડો


નસિરૂદ્દીન શાહે કહ્યું કે તેમનું સામ્રાજ્ય જો આટલું જ ખરાબ હતું તો તેમના વિરોધ કરનારા લોકો મુઘલો દ્વારા બનાવવામાં આવેલા સ્મારકો ધ્વસ્ત કેમ નથી કરતા?, તાજ મહેલને તોડી પાડો, લાલ કિલ્લાને આપણે પવિત્ર કેમ માનીએ છિએ, જો કે તે પણ મોગલોએ બનાવ્યો  હતો, તેને પણ તોડી પાડવો જોઈએ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે