માં આદ્યશક્તિની ઉપાસના કરવાનો પર્વ એટલે નવરાત્રી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 17:27:26

26 સપ્ટેમ્બરથી આસો નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીના 9 દિવસો દરમિયાન નવ દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે. પ્રથમ દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટાની ઉપાસના કરવામાં આવે છે. માં કુષ્માન્ડાની પૂજા ચોથા નોરતે કરવામાં આવે છે. પાંચમા દિવસે સ્કંદમાતાની, છઠ્ઠા દિવસે કાત્યાયની દેવીની ઉપાસના કરવામાં આવે છે. કાલરાત્રીની ઉપાસના સાતમા દિવસે તેમજ મહાગૌરીની ઉપાસના આઠમના દિવસે કરવામાં આવે છે.  સિદ્ધિદાત્રીની ઉપાસના નવમાં નોરતે કરવામાં આવે છે.    

Explained: Nine Forms of Goddess Durga

મુખ્ય ત્રણ દેવીઓની કરવામાં આવે છે ઉપાસના 

નવરાત્રી દરમિયાન આદ્યશક્તિની ઉપાસના કરવામાં આવે છે. ભક્તો પોતાના ઘરે માતાજીની પધરામણી કરાવે છે. પોતાના ઘરમાં માતાજીની ભક્તિભાવ સાથે ભક્તો આરાધના કરે છે. નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસોમાં માં મહાકાળીની ઉપાસના કરવામાં આવે છે. ચોથથી છઠ્ઠ સુધી માં મહાલક્ષ્મીની ઉપાસના કરવામાં આવે છે જ્યારે છેલ્લા 3 દિવસોમાં મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.  

દિવસ પ્રમાણે કલરનું મહત્વ

પહેલા દિવસે સફેદ રંગનું મહત્વ હોય છે. બીજા દિવસે લાલ રંગનું મહત્વ હોય છે. ત્રીજા દિવસે વાદળી રંગનું મહત્વ હોય છે. ચોથા દિવસે પીળો કલર પહેરવાથી માં પ્રસન્ન થાય છે. પાંચમા દિવસે લીલો રંગ પહેરવામાં આવે છે. છઠ્ઠા દિવસે ભૂરા રંગનો વિશેષ મહત્વ રહેલું છે. સાતમા દિવસે નારંગી, આઠમા દિવસે લીલા રંગનું તેમજ નવમાં દિવસે ગુલાબી રંગનું મહત્વ રહેલું છે.   

Know Your Future In Navratri - Navratri Spl: जौ के रंग से जानें अपना आने  वाला समय - Amar Ujala Hindi News Live


ઘટ સ્થાપના કરવાના મૂહુર્ત

નવરાત્રી દરમિયાન માતાજી સ્થાપનાની સાથે સાથે ઘટ સ્થાપના પણ કરવામાં આવે છે. ઘટ સ્થાપનાના મૂહુર્ત આ પ્રમાણે છે -  સવારે 6થી 7.30 પછી 9 થી 10.30 કલાક સુધી છે. બપોરના સમયે 1.30થી 6.00 વાગ્યા સુધીના મૂહુર્ત છે. આ વખતે કોઈ પણ તિથિનો ક્ષય નથી જેથી આ વખતે પૂરા નવ દિવસ નવરાત્રીનો ઉત્સવ રહેવાનો છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે