Navsari : ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નૈષદ દેસાઈએ મતદારોને કરી વોટ સાથે નોટ આપવાની અપીલ? આની પહેલા આ ઉમેદવારો કરી ચૂક્યા છે આવી અપીલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-29 10:16:36

કોંગ્રેસના અનેક ઉમેદવારોએ મતદાતાઓને યથાશક્તિ પૈસા આપવાની અપીલ કરી છે એ પછી ગેનીબેન ઠાકોર, લલિત વસોયા હોય કે પછી રામજી ઠાકોર... અનેક ઉમેદવારોએ વોટની સાથે નોટ આપવાની અપીલ કરી ત્યારે હવે આ લિસ્ટમાં નવસારી બેઠકના ઈન્ડિયા ગઠબંધનમાં ઉમેદવાર નૈષદ દેસાઈ પણ જોડાઈ ગયા છે... તેમણે પણ મતદાતાઓને યથાશક્તિ પૈસા આપી તેમને ચૂંટણી લડવામાં સહયોગ કરવા વિનંતી કરી છે... મળતી માહિતી અનુસાર નૈષદ દેસાઈ દ્વારા પણ ક્યુઆર કોડ તેમજ બેન્ક ડિટેલ આપવામાં આવી છે. એક વીડિયો તેમના દ્વારા શેર કરવામાં આવ્યો છે જેમાં તેમણે ભાજપ પર પ્રહાર પણ કર્યા છે...      

ઉમેદવારો કરી રહ્યા છે વોટ સાથે નોટની અપીલ 

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો પડ્યો છે.. કોંગ્રેસનું બેન્ક અકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે... બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થતા ઉમેદવારોને ચૂંટણી લડવામાં મુશ્કેલી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે.... ગુજરાતમાં કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે પૈસા આપવાની અપીલ મતદાતાઓને કરી છે.... કોંગ્રેસના ઉમેદવારો દ્વારા બેન્ક ડિટેલ શેર કરવામાં આવી રહી  છે તેમજ ક્યુઆર કોડ પણ શેર કરવામાં આવે છે...


નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર નૈષદ દેસાઈએ બેન્ક ડિટેલ કરી શેર 

ગેનીબેન ઠાકોર, લલિત વસોયા, રામજી ઠાકોર દ્વારા  મતદાતાઓને અપીલ કરવામાં આવી છે કે વોટ સાથે નોટ પણ આપવામાં આવે.... આ બધા વચ્ચે નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર નૈષદ દેસાઈ દ્વારા પણ બેંક ડિટેલ શેર કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે....મહત્વનું છે કે નવસારી લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી તરફ સી.આર.પાટીલ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે તો ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નૈષદ દેસાઈને ટિકીટ આપવામાં આવી છે.... 


લલિત વસોયાએ શેર કર્યો હતો આ પ્રકારની અપીલ કરતો વીડિયો 

થોડા સમય પહેલા પોરબંદરના ઉમેદવાર લલિત વસોયા દ્વારા આવી માગ કરવામાં આવી હતી તે પહેલા બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા આ પ્રકારની અપીલ કરવામાં આવી હતી.  નૈષદ દેસાઈ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે... વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે ચૂંટણીને ભાજપે ખૂબ ખર્ચાળ બનાવી દીધું છે. માટે નાછુટકે તમને નમ્ર પ્રાર્થના કરવાની ફરજ પડી છે.. 


કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કર્યું છે ગઠબંધન 

મહત્વનું છે કે ગુજરાતમાં લોકસભા બેઠકો માટે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે... ગુજરાતની 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.... ત્યારે ગુજરાતમાં કેટલી બેઠકો કોને ફાળે જાય છે તે તો પરિણામના દિવસે ખબર પડશે....          



વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'

થોડા સમય પહેલા સામ પિત્રોડા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારે ફરી એક વખત સામ પિત્રોડાએ ફરી એક વખત નિવેદન આપ્યું છે. તેમના નિવેદનના લીધે કોંગ્રેસ પાર્ટી ફરી એક વાર બેકફૂટ પર આવી ગયી છે . કારણ કે ફરી એક વાર સામ પિત્રોડાએ ભારતીયો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે.

AstraZeneca દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિનને લઈ એક મોટી અપડેટ સામે આવી છે.. છેલ્લા ઘણા સમયથી કોરોના વેક્સિનની ચર્ચાઓ થઈ રહી છે... ભારતમાં આપણે જેને કોરોના વેક્સિન કોવિશિલ્ડ તરીકે જાણીએ તે રસીના તમામ સ્ટોકને કંપનીએ પરત મંગાવી દીધા છે તેવી માહિતી સામે આવી છે..