અરબ સાગરમાં નેવીનું ધ્રુવ હેલિકોપ્ટર બન્યું દુર્ઘટનાનો શિકાર, ક્રૂ મેમ્બરોનું કરાયું રેસ્ક્યું


  • Published By :
  • Published Date : 2023-03-08 13:39:09

ભારતીય નૌસેના એડવાન્સ લાઈટ હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મુંબઈથી હેલિકોપ્ટરે નિયમીત ઉડાન ભરી હતી. અરબ સાગર પાસે હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાને કારણે પાણીમાં હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી. દુર્ઘટના પછી બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. અને ત્રણ સદસ્યોનો બચાવ કરી લેવામાં આવ્યા છે. આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યો છે. 



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .