છત્તીસગઢમાં થયો નક્સલી હુમલો, ઘટનામાં 11 જવાન થયા શહીદ! આ મામલે સીએમ બઘેલે આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-04-26 17:23:32

છત્તીસગઢમાં નક્સલવાદી હુમલો થયો છે. છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે જેમાં અનેક જવાનો શહીદ થયા છે. આ હુમલામાં નક્સલવાદીઓએ એક વાહનને બોમ્બથી ઉડાવી દીધું છે. મળતી માહિતી અનુસાર આ હુમલામાં 10 જેટલા પોલીસકર્મી શહીદ થયા છે. આ જવાનો ડિસ્ટ્રિક્ટ રિજર્વ ગાર્ડ યૂનિટના હતા. નક્સલવાદીઓએ બારૂદી સુરંગમાં વિસ્ફોટ કર્યો હતો.

   

સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓએ કર્યો હુમલો!

બુધવાર બપોરે છત્તીસગઢમાં એક ઘટના બની હતી. નક્સલવાદી હુમલાની ઘટના સામે આવી છે જેમાં 10 જેટલા પોલીસકર્મીઓ શહીદ થયા છે. નક્સલવાદીઓ હોવાની જાણકારી મળી હતી જેને લઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં  આવ્યું હતું. આ દરમિયાન નક્સલવાદીઓએ આઈઈડી બ્લાસ્ટ કરી દીધો હતો. આ ઘટનાને લઈ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલે પ્રતિક્રિયા આપી છે.  


સીએમએ આ ઘટના બાદ આપી પ્રતિક્રિયા!

ભૂપેશ બાઘેલે કહ્યું કે નક્સલવાદીઓને બક્ષવામાં નહીં આવે. આ ઘટના ખુબ જ દૂખદ છે. નક્સલવાદીઓ સામેની લડાઈ અંતિમ તબક્કામાં છે. નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે. આ ઘટના અંગે રાજ્યના પૂર્વ સીએમ રમણ સિંહે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બઘેલ દરેક હુમલા પછી એક જ વાત કહે છે પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી. જ્યાં સુધી રાજ્યો સાથે સંકલન કરીને નક્સલવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન નહીં ચલાવવામાં આવે ત્યાં સુધી આ સમસ્યાનો અંત નહીં આવે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.