પવારની હાલત પણ દાભોલકર જેવી થશે - NCP ચીફને સોશિયલ મીડિયા પર મળી મોતની ધમકી, FIR દાખલ


  • Published By :
  • Published Date : 2023-06-09 15:41:35

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના ચીફ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી મળ્યાનો દાવો શુક્રવાર ( 9 જુન)ના રોજ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ અંગે મીડિયાને જણાવવામાં આવ્યું કે આ ધમકી સોશલ મીડિયા પર આપવામાં આવી અને તેનું સંજ્ઞાન લઈને મુંબઈ પોલીસે ફરિયાદ પણ નોંધી છે.


ફેશબુક મારફતે મળી ધમકી


પવારની પુત્રી અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વમાં NCPના કાર્યકર્તાઓનું એક પ્રતિનિધી મંડળ મુંબઈ પોલીસના વડા વિવેક ફણસાલકર સાથે મુલાકાત કરીને તાત્કાલિક કાર્યવાહીની માગ કરી છે. પાર્ટી નેતાઓએ પોલીસને જણાવ્યું  કે 82 વર્ષિય પવારને ફેશબુક મેસેજ મળ્યો હતો જેમાં લખ્યું હતું કે તેમની દશા પણ (નરેન્દ્ર) દાભોલકાર જેવી થશે.


પોલીસે શરૂ કરી તપાસ


NCPના પ્રમુખ શરદ પવારને મળેલી ધમકી અંગે પોલીસે જણાવ્યું  કે અમે આ કેસ જોઈ રહ્યા છિએ, અમે આ દિશામાં તપાસ શરૂ કરી દીધી છે. અધિકારીઓએ કહ્યું NCPએ ફરિયાદ નોંધવા માટે પ્રતિનિધી મોકલ્યા હતા. તેમણે કહ્યું, પોલીસ આ દિશામા દક્ષિણ ક્ષેત્ર સાઈબર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી છે.  


કોણ હતા દાભોલકર?


શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે પણ ધમકીભર્યા સંદેશની તસવીર પોલીસને શેર કરી હતી, અત્રે ઉલ્લેખનિય છે કે અંધ વિશ્વાસ સામે લડનારા નરેન્દ્ર દાભોલકરની 20 ઓગસ્ટ 2013ના રોજ પૂણેમાં સવારે બાઈક પર આવેલા કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કરીને હત્યા કરી નાખી હતી. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.