BCCIના નવા વડા અને સેક્રેટરી છે લગભગ નક્કી, જાણો નામ...


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 13:39:33

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બીસીસીઆઈની બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે નવા પ્રમુખ રોઝર બિન્ની બનશે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ બીસીસીઆઈના સેક્રેટરી બની શકે છે. અગાઉ ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હતા. બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લા બનશે. તેમજ ખજાનચી આશિષ સેલર બનશે. 


ક્યારે થશે BCCIની ચૂંટણી?

BCCIની ચૂંટણી આગામી 18 ઓક્ટોબરના રોજ મુંબઈ ખાતે યોજાવા જઈ રહી છે. આવતીકાલ સુધી નામાંકન લેવાની તારીખ આપવામાં આવી છે. 13 ઓક્ટોબરે નામાંકન અરજીની ચકાસણી કરવામાં આવશે. આગામી 15 ઓક્ટોબરે નામાંકનની પહેલી સૂચિ જાહેર કરવામાં આવશે.   



રાજ્યના અનેક ભાગોના વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે. અંબાજી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. તે ઉપરાંત વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે. કપરાડામાં કરા સાથે વરસાદ ખાબક્યો છે..તે સિવાય ભાવનગરમાં પણ કમોસમી વરસાદ આવ્યો છે.

માતાના પ્રેમને આપણે શબ્દોથી ના તોલી શકીએ.. શબ્દોમાં આપણે તેના પ્રેમનું વર્ણન ના કરી શકીએ.. બાળક દુખી હોય ત્યારે બાળક કરતા પણ વધારે કોઈ દુખી હોય તો તે મા હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માતાને સમર્પિત એક રચના...

એલઆરડી, પીએમઆઈની ભરતી અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.. PSI અને LRD ભરતીમાં હજુ એકવાર ફોર્મ ભરવા માટે સાઈટ ખુલશે તેવી માહિતી સામે આવી છે... ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ જાણકારી આપી હતી.

આજે ચોથા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. પહેલું, બીજું અને ત્રીજા ચરણ માટે મતદાન થઈ ગયું છે ત્યારે આજે 96 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે... 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. બપોરના એક વાગ્યા સુધી 40.32 સરેરાશ મતદાન થયું છે.