કેનેડામાં માર્ક કાર્નીના નેતૃત્વમાં એક નવી સરકાર આવી ચુકી છે. આ નવી સરકારમાં વિદેશ મંત્રી તરીકે પેહલીવાર ભારતીય મૂળના અનિતા આનંદની નિમણુંક કરવામાં આવી છે. કેનેડાના પીએમ માર્ક કાર્નીનો પ્રયાસ છે કે ભારત અને કેનેડાના સંબંધોમાં સુધારો આવે સાથે જ તેમણે ચૂંટણી પ્રચાર દરમ્યાન આ માટે સંકેત પણ આપ્યો હતો . તો આવો જાણીએ ભારતીય મૂળના અનિતા આનંદ કોણ છે અને નવી કેનેડિયન સરકારમાં તેમની શું ભૂમિકા હશે?
હાલમાં કેનેડામાં એક નામ ખુબ જ ચર્ચામાં છે તે છે અનિતા આનંદ. તેમની નિમણુંક કેનેડામાં વિદેશપ્રધાન પદે વડાપ્રધાન માર્ક કારની દ્વારા કરવામાં આવી છે.આ બાબતે આપણા વિદેશ પ્રધાન એસ. જયશંકરએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને અનિતા આનંદને શુભકામનાઓ આપી છે. અનિતા આનંદ કે જેઓ હાલમાં લિબરલ પાર્ટીમાંથી ઓકવિલે ઇસ્ટ બેઠકના સાંસદ છે. અનિતા આનંદે મંત્રી તરીકે શપથ ભગવદ ગીતા પર હાથ મૂકીને લીધા હતા . અનિતા આનંદ રશિયા - યુક્રેન યુદ્ધના પેહલા વર્ષમાં જસ્ટિન ટ્રુડોની સરકારમાં રક્ષા મંત્રી હતા . આપને જણાવી દયિકે , કેનેડાના તત્કાલીન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના કાર્યકાળમાં ભારત અને કેનેડાના સબંધો ખુબ ખરાબ થઇ ગયા હતા . જોકે માર્ક કારનીએ ચૂંટણી પ્રચાર દરમ્યાન એ વાતે ચોક્કસ સંકેત આપ્યા હતા કે , ભારત અને કેનેડા વચ્ચે સબંધો સુધારવામાં આવશે. વડાપ્રધાન માર્ક કાર્નીએ અન્ય ત્રણ ભારતીયોની પણ પોતાની કેબિનેટમાં જગ્યા આપી છે. મનીનંદર સિદ્ધુ જેમને આતરરાષ્ટ્રીય વ્યાપારના મંત્રી બનાવાયા છે, તેઓ લિબરલ પાર્ટીમાંથી બ્રામ્પ્ટન ઇસ્ટ બેઠક પરથી સાંસદ બન્યા છે. જયારે રુબી સહોતા અને રણદીપ સરાઈની સેક્રેટરી ઓફ સ્ટેટ પદે નિમણુંક કરવામાં આવી છે.
વાત અનિતા આનંદની તો , તેઓ ૫૮ વર્ષના છે. તેમના માતા જેઓ તમિલનાડુમાં છે જેમનું નામ છે સરોજ જયારે પિતા પંજાબી છે જેમનું નામ છે એસ વી આનંદ. ૨૦૧૯માં જયારે અનિતા આનંદ ઓકવિલેના સાંસદ પદે ચૂંટાયા ત્યારે તેઓ કેનેડાના નીચલા ગૃહ હોઉસ કોમન્સનમાં પેહલા હિન્દૂ મહિલા સાંસદ હતા . તમે જો અનિતા આનંદની એકેડમિક જર્ની પર નજર નાખશો તો ખબર પડશે કે , તેઓ કવીન્સ યુનિવર્સીટી , ઓક્સફર્ડ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોમાં ભણેલા છે. અનિતા આનંદની કેનેડાના વિદેશમંત્રી પદે નિમણુંક ભારત અને કેનેડાના સંબંધોમાં સુધાર રૂપે જોવામાં આવે છે. કેમ કે તત્કાલીન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના કાર્યકાળમાં ખાલિસ્તાનના મુદ્દે સબંધો બગડી ગયા હતા. વાત કરીએ કેનેડાની ચૂંટણી વ્યવસ્થાની તો તે ભારતની જેમ જ સંસદીય પ્રણાલી ધરાવે છે. સમગ્ર કેનેડામાં ૩૪૨ રાઇડિંગ્સ એટલેકે બેઠકો છે. દરેક સંસદ સભ્ય ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ સિસ્ટમની રીતે ચૂંટાઈને આવે છે. કેનેડાની સંસદ ભારતની જેમ જ બે ભાગોમાં વહેંચાયેલી છે. તેનું ઉપલું ગૃહ સેનેટ કહેવાય છે જયારે નીચલું હાઉસ ઓફ કોમન્સ કહેવાય છે. કેનેડાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સમાં જે પાર્ટી સૌથી વધારે સીટો જીતે તે સરકાર બનાવે છે. કેનેડામાં ૧૮ વર્ષની ઉમર એ મતદાન કરવાની ઓછામાં ઓછી ઉમર છે. ભારતની જેમ ત્યાં પણ ચૂંટણીઓ ઈલેક્શન કેનેડા નામની તટસ્થ સંસ્થા દ્વારા કરાવવામાં આવે છે.