બ્રિટનમાં પણ હવે ભારતવંશીનું રાજ , ઋષિ સુનક બન્યા વડાપ્રધાન !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-24 19:31:44


ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા પ્રધાનમંત્રી હશે. સોમવારે કન્ઝર્વેટિવ પાર્ટીના સંસદીય દળના નેતા તરીકે સુનકની પસંદગી કરવામાં આવી છે. તેમને પડકાર આપનારી પેની મોરડોન્ટે નામ પરત લઇ લીધું. આ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી બોરિસ જોનસને પણ નામ પરત લઇ લીધું હતું.


સુનકને અંદાજિત 200 સાંસદોનું સમર્થન મળ્યું. પેનીની પાસે આ આંકડો 26 જ રહ્યો. સુનક 28 ઓક્ટોબરે પ્રધાનમંત્રી પદના શપથ લેશે. ત્યારબાદ 29 ઓક્ટોબરે કેબિનેટનું એલાન કરવામાં આવશે.



રાજુલા તાલુકાના ધારાનો નેસ ગામમાં રહેતો ધાખડા પરિવાર. રવિરાજભાઈએ આર્મીમાં ફરજ બજાવવાનું સપનું જોયું, વર્ષોથી કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. કેન્સર થતા તેમની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. નશ્વર દેહ જ્યારે વતન આવ્યો ત્યારે અંતિમ વિદાય આપવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તેમની ટિકીટ રદ્દ થાય તેવી માગ સમાજ દ્વારા કરવામાં આવી.. આ બધા વચ્ચે થોડા દિવસ પહેલા સંકલન સમિતી દ્વારા આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ તો હવે પદ્મિની બા વાળાએ પરષોત્તમ રૂપાલાને માફી આપી દીધી છે.

22 એપ્રિલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન લાપતા હતા! તે 17મેના રોજ ઘરે પાછા આવ્યા છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી પરંતુ તે મળ્યા ના હતા ત્યારે તે ઘરે પાછા આવ્યા છે જેને લઈ તેમના પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.