ન્યુઝિલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડન આપશે રાજીનામું, કાર્યકાળ પૂર્ણ થવાના આટલા મહિના પહેલા કરી જાહેરાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-19 11:36:05

ન્યુઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને ગુરૂવારે પોતાના પદ ઉપરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. ઉપરાંત જેસિન્ડાએ એવી પણ જાહેરાત કરી દીધી છે કે ઓક્ટોબરમાં થનારી ચૂંટણીમાં તેઓ નથી લડવાના. તેમની જાહેરાતને કારણે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેમનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થવાનો છે.

 Jacinda Ardern: न्यूजीलैंड की पीएम जैसिंडा अर्डर्न देंगी इस्तीफा, भावुक भाषण में कहा- यही सही समय है

રાજીનામા અંગે આપી માહિતી  

ગુરૂવારના દિવસે મળેલી પાર્ટીની વાર્ષિક કોક્સ મીટિંગમાં ન્યુઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્ને એવી જાહેરાત કરી જેને કારણે લોકો નવાઈ પામ્યા છે.  જેસિંડાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. જાહેરાત કરતા તેમણે કહ્યું કે તેની પાસે કાર્ય કરવાની શક્તિ નથી રહી. હવે રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. વધુમાં તેમણે જણાવ્યું કે હું જઈ રહી છું કારણ કે આવી વિશેષ ભૂમિકા સાથે જવાબદારી આવે છે. આ જવાબદારી નિભાવવા માટે હવે મારી પાસે પૂરતી તાકાત નથી.  



7 ફેબ્રુઆરીએ પૂર્ણ થાય છે કાર્યકાળ 

વડાપ્રધાન તરીકેનો તેમનો કાર્યકાળ 7 ફેબ્રુઆરીએ પૂરો થાય છે. રાજીનામાની ઘોષણા કરતી વખતે જેસિન્ડા ભાવુક થયા હતા. તેમણે કહ્યું તે હું પણ માણસ છું, રાજનેતા પણ માણસ હોય છે. તેમણે કહ્યું કે ઉનાળા દરમિયાન આવતી રજાઓના સમયે તેમણે આ અંગે વિચાર્યું કે આ પદ પર બેસવા માટે તેમની પાસે તાકાત છે કે નહીં. પરિણામ એ આવ્યું કે તેમની પાસે શક્તિ નથી. તમને જણાવી દઈએ કે જેસિંડા દુનિયાની સૌથી નાની ઉંમરે બનનાર પ્રથમ મહિલા પ્રધાનમંત્રી છે.      



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે