ગુજરાત પહોંચી એનઆઈએની ટીમ, દેશમાં 70 જગ્યા પર દરોડા, કુલવિંદર સિદ્ધુના મિત્રને ત્યાં પણ કરાઈ તપાસ


  • Published By :
  • Published Date : 2023-02-21 14:52:31

ગેંગસ્ટર સિન્ડિકેટ મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી કરી છે જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાં દરોડા પાડવાની કામગીરી કરવામાં આવી હતી. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તપાસ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર એનઆઈએના ગેંગસ્ટર અને ક્રાઈમ સિન્ડિકેટ સાથે જોડાયેલા કેસમાં પાડવામાં આવી હતી. ગુજરાતના ગાંધીધામમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી કુલવિંદરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. કુલવિંદર ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સંકળાયેલા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

 


દેશના અનેક રાજ્યોમાં એનઆઈએ દ્વારા કરાઈ કાર્યવાહી  

મંગળવાર સવારથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં તપાસની કામગીરી કરવામાં આવી રહી છે. 72 જગ્યાઓ પર રેડ પાડવામાં આવી હતી. ગૈંગસ્ટર લારેંસ અને તેમના નજીકના લોકોના ઘરો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંડીગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં એક સાથે રેડ પાડવામાં આવી હતી. કચ્છના ગાંધીધામના કિડાણામાં કુલવિંદર સિદ્ધુ નામના શખ્સની તપાસ હાથ ધરી છે.    


પાકિસ્તાન સાથે સંબંધ હોવાનું સામે આવતા કરાઈ કાર્યવાહી 

મળતી માહિતી અનુસાર બિશ્નોઈ અને બવાના ગેંગને પાકિસ્તાનથી ફંડિગ મળતું હતું જેનો ઉપયોગ ભારત વિરોધી કામ કરવામાં કરતા હતા. મૂસેવાલા મર્ડર કેસમાં સજા ભોગવી રહેલા લોરેંસઅને નીરજ બવાનાએ હથિયાર સપ્લાય અને ટેરર ફન્ડિંગની વાત કબૂલી છે. અને રેડ દરમિયાન અનેક જગ્યાઓથી હથિયાર મળી આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગેંગસ્ટરોની પૂછપરછ દરમિયાન ઘણા વધુ ગેંગસ્ટરના નામ સામે આવ્યા હતા. ગેંગસ્ટરોનાં અન્ય દેશોમાં સપંર્ક હોવાનું પણ સામે આવ્યું હતું. જે બાદ એક જ સમયે એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. 


અલગ અલગ જગ્યાઓ પર એનઆઈએની તપાસ 

થોડા સમય પહેલા શનિવારે એનઆઈએ દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના રાજ્ય પદાધિકારીઓનાં ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. રાજસ્થાનના જયપુર, કોટા, સવાઈ માધોપુર સહિત અનેક સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યા હતા. હરિયાણાના નારનૌલમાં એનઆઈએના ગૈંગસ્ટર સુરેંદર ઉર્ફે ચીકુના ઠેકાણાઓ પર રેડ પાડવામાં આવી હતી. મોહનપુર સ્થિત તેમના સંબંધીના ઘરે રેડ પાડવામાં આવી હતી. તે સિવાય ઉત્તરપ્રદેશના પીલીભીત અને પ્રતાપગઢમાં પણ એનઆઈએએ કાર્યવાહી કરી હતી. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં તપાસ માટે એનઆઈએની ટીમ પહોંચી હતી.       







અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.