અમેરિકાના અલબામામાં ચક્રવાતને કારણે નવ લોકોના મોત, ઘરોને થયું છે નુકસાન


  • Published By :
  • Published Date : 2023-01-14 16:14:29

ચક્રવાતને કારણે અમેરિકામાં પરિસ્થિતિ વણસી રહી છે. ચક્રવાતે અલબામા રાજ્યમાં ભારે નુકસાન પહોંચાડયું છે. ચક્રવાતને કારણે અનેક લોકોના મોત થઈ ગયા છે. જેનો આંકડો હજી સુધી સામે નથી આવ્યો. રાહતકાર્ય ચાલી રહ્યું છે. ચક્રવાતને કારણે જનજીવન સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ ગયું છે. 

यह तस्वीर अमेरिका में आए तेज रफ्तार टॉरनेडो की है।

यह तस्वीर एक घर की है जिसकी छत उखड़ गई और अंदर रखा सारा सामान खराब हो गया।


અલબામાના ઓટોગા, ડલાસ, એલમોર અને તલ્લાપોસા ક્ષેત્રમાં આ ચક્રવાતને કારણે ભારે નુકસાન પહોંચ્યું છે. આ ચક્રવાતને કારણે અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. આ ક્ષેત્રોમાં બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. મૃતકોને શોધવા રેસ્ક્યુની ટીમ ઘરે ઘરે જઈ તપાસ કરી રહ્યા છે.  આ ચક્રવાતને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ચક્રવાતને કારણે અનેક જગ્યાઓ પર અંધારપટ છવાઈ ગયો હતો. લાઈટો જતી રહેવાને કારણે અંધારામાં રહેવા લોકો મજબૂર બન્યા છે. મળતી માહિતી અનુસાર આ ચક્રવાતમાં 50 જેટલા ઘરોને નુકસાન પહોંચ્યું છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે