નિતિન ગડકરીની BJP સંસદીય બોર્ડમાંથી હકાલપટ્ટીની ઈનસાઈડ સ્ટોરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 16:36:39

રાજકારણમાં ક્યારે શું ઉલટફેર થાય તે કહીં શકાય નહીં અને એટલા માટે જ રાજનિતીને સંભાવનાઓનો ખેલ કહેવામાં આવે છે, જેમ કે ભાજપે એક મહત્વનો નિર્ણય કરતા કેન્દ્રીય સંસદીય બોર્ડમાંથી નિતીન ગડકરીને હટાવીને સૌ કોઈને ચોંકાવી દીધા છે, ગડકરીની CEC માંથી હકાલપટ્ટી થઈ ત્યારથી ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.


મોદી-શાહ સાથે અણબનાવ


નિતીન ગડકરીની ગણના મ્હોંફાટ નેતાઓમાં થાય છે, અને તે ઘણી વખત પાર્ટીની લક્ષ્મણ રેખા ઓળંગીને પણ નિવેદનો આપતા રહે છે, તેમના મનમાં જે આવે તે સ્પષ્ટ અને નિર્ભિકપણે કહીં દેવા માટે જાણીતા નિતીન ગડકરી અનેક વખત મોદી સરકારની કાર્ય પ્રણાલીની પણ ટીકા કરી ચુક્યા છે. ગડકરી અને અમિત શાહ વચ્ચે છત્રીસનો આંકડો છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહે ઉંમરનું બહાનું કાઢી ગડકરીને કદ પ્રમાણે વેતરી નાંખ્યા. જો કે ભાજપના આ નિર્ણયથી RSS પણ વાકેફ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  


કોણ છે નિતિન ગડકરી?


મહારાષ્ટ્રના નાગપુરમાં  27 મે, 1957ના દિવસે મધ્યમવર્ગીય બ્રાહ્મણ પરિવારમાં નિતિન ગડકરીનો જન્મ થયો હતો, 2009માં ભાજપ પ્રમુખ બન્યા ત્યારે નિતિન ગડકરી સૌ પ્રથમ નેશનલ મીડિયામાં ચમક્યા હતા. વર્ષ 2014માં તે નાગપુરમાંથી ચુંટણી લડ્યા અને સાંસદ બન્યા હત્યા, કુશળ વહીવટકર્તા મનાતા નિતિન ગડકરી 27 મે, 2014 - 25 મે, 2019 સુધી માર્ગ, પરિવહન,રાજમાર્ગ ને શિપિંગ મિનિસ્ટર રહ્યા હતા. મે, 2019માં 17મી લોકસભા માટે તે ફરીથી નાગપુરમાંથી ચુંટાયા હતા. મોદી 2.0માં બીજી વખત માર્ગ, પરિવહન અને રાજમાર્ગ પ્રધાન બનેલા નિતિન ગડકરીને નરેન્દ્ર મોદી સરકારમાં વિકાસ પુરૂષ કહેવામાં આવે છે, તે જ્યારે 2014માં માર્ગ અને પરિવહન મંત્રી બન્યા ત્યારે દેશમાં હાઈ-વે નિર્ણાણની ગતિ માત્ર બે કિલોમીટર પ્રતિ દિવસની હતી, જે હાલ 30 કિલો મીટર પ્રતિદિનની છે, ગડકરીનું હાઈવે નિર્ણાણનું લક્ષ્યાંક 68 કિલોમીટર પ્રતિદિન દિન સુધી પહોંચાડવાનું છે. 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે