નીતિશ કુમારે કેન્દ્રના વટહુકમનો કર્યો વિરોધ, CM કેજરીવાલના સમર્થનમાં કહીં આ વાત


  • Published By :
  • Published Date : 2023-05-21 18:23:21

દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલી સત્તાની ખેંચતાણ વચ્ચે આજે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર દિલ્હી પહોંચ્યા છે. નીતીશ કુમાર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે આજે દિલ્હી સ્થિત નિવાસસ્થાનમાં બેઠક યોજાઈ હતી. નીતિશ કુમારની સાથે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, જેડીયુ પ્રમુખ લલન સિંહ અને આરજેડી સાંસદ મનોજ ઝા પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક બાદ નિતીશ કુમારે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.


નિતીશ-તેજસ્વીએ શું કહ્યું?


નિતીશ કુમારે કહ્યું કે એક ચૂંટાયેલી સરકારને આપવામાં આવેલી સત્તા કઈ રીતે છિનવી શકાય? સુપ્રીમ કોર્ટનો નિર્ણય યોગ્ય હતો તેમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા જે કરવાના પ્રયાસો થઈ રહ્યા છે તે વિચિત્ર છે, આ બંધારણની વિરૂધ્ધ છે, અમે અરવિંદ  કેજરીવાલની સાથે ઉભા છિએ. અમે દેશની તમામ પાર્ટીઓને એક સાથે લાવવાના પ્રયાસો કરી રહ્યા છિએ. તે જ પ્રકારે તેજસ્વી યાદવે પણ કેજરીવાલને સમર્થન આપતા કહ્યું કે અમે કેજરીવાલજીના સમર્થનમાં આવ્યા છિએ. દિલ્હીમાં જો ભાજપની સરકાર હોત તો શું ઉપરાજ્ય પાલમાં  આ પ્રકારનું કામ કરવાની હિંમત હોત?

 

વટહુકમના વિરોધમાં એક થાય વિપક્ષ-કેજરીવાલ


બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશની તરફેણમાં નકારીને વટહુકમ લાવવાના મુદ્દે તેઓ દિલ્હીની જનતાની સાથે છે.  જો કેન્દ્ર આ વટહુકમને બિલના રૂપમાં લાવે છે, તો તમામ બિન-ભાજપ પક્ષો એકસાથે આવે તો તેને રાજ્યસભામાં હરાવી શકાય છે. જો આમ થશે તો તે સંદેશ જઈ શકે છે કે વર્ષ 2024માં ભાજપ સરકારને બહાર ફેંકી શકાય છે?



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.