કોઈ બીમારીએ નહીં પણ ગર્મી એ લીધા યુરોપના અનેક લોકોના જીવ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-08 13:42:40


WHO અનુસાર, 2022માં યુરોપમાં ગરમ ​​હવામાનને કારણે ઓછામાં ઓછા 15,000 લોકોના મોત થયા છે. સ્પેન અને જર્મની આમાં સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સામેલ છે.


WHOના પ્રાદેશિક નિર્દેશક હંસ ક્લુગેએ એક નિવેદન આપતા કહ્યું કે " અત્યાર સુધી કેટલાક દેશના ડેટાના આધારે અંદાજો 15 હજાર લોકોનો આવ્યો છે પરંતુ મૃત્યુઆંકમાં વધુ વધારો થવાની આશંકા વ્યક્ત કરી છે. તે કહે છે કે ઘણા મૃત્યુની માહિતી રેકોર્ડમાં પણ નોંધવામાં આવી નથી.અત્યારે સ્પેનમાં લગભગ 4 હજાર લોકો મૃત્યુ પામ્યા, પોર્ટુગલમાં 1 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા, યુનાઇટેડ કિંગડમમાં 3,200 થી વધુ લોકો અને જર્મનીમાં ઉનાળાના 3 મહિનામાં લગભગ 4,500 લોકો મૃત્યુ પામ્યા છે .  


પહેલીવાર તાપમાન આટલું વધ્યું !!


જૂન અને જુલાઇ વચ્ચે હિટવેવથી બ્રિટનમાં સૌથી વધુ તાપમાન થયું હતું  બ્રિટનમાં પ્રથમ વખત તાપમાન 40 °C (104 °F) સુધી જોવા મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન યુરોપમાં લગભગ 24,000 વધારાના મૃત્યુ જોવા મળ્યા હતા. જુન-ઓગસ્ટના ત્રણ મહિના યુરોપમાં રેકોર્ડ શરૂ થયા પછી સૌથી ગરમ હતા અને અપવાદરૂપે ઊંચા તાપમાને મધ્ય યુગ પછી ખંડનો સૌથી ખરાબ દુષ્કાળ જાહેર કર્યો હતો.




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .