Nobel Prize 2022: ફ્રેન્ચ લેખિકા એની એર્નોક્સે જીત્યો સાહિત્યનો નોબેલ પુરસ્કાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 20:30:42

ફેન્ચ લેખિકા એની એર્નોક્સ (Annie Ernaux)ને સાહિત્યનું 2022 નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. નોબેલ સમિતિએ કહ્યું કે  82 વર્ષીય એની આર્નોક્સને 'સાહસ અને ક્લિનિકલ એક્યુટી (clinical acuity) માટે એનાયત કરવામાં આવે છે. જેની સાથે તેણીએ વ્યક્તિગત સ્મતિઓના મૂળ, વ્યવસ્થાઓ અને સામૂહિક પ્રતિબંધોને ઉજાગર કર્યા છે'. સ્વીડિશ એકેડેમીના કાયમી સભ્ય અને સચિવ મેટ્સ માલ્મએ સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં આજે વિજેતાના નામની જાહેરાત કરી હતી.


એની આર્નોક્સનું સાહિત્યિક પ્રદાન શું છે? 


એની આર્નોક્સ ફ્રેન્ચ લેખક અને સાહિત્યના પ્રોફેસર રહી ચુક્યા છે. તેણીનો જન્મ 1 સપ્ટેમ્બર 1940 ના રોજ ફ્રાન્સના લિલેબોન શહેરમાં થયો હતો, તેણી 82 વર્ષની છે. તેમનું સાહિત્યિક પ્રદાન, મોટે ભાગે આત્મકથા, સમાજશાસ્ત્ર સાથે સંકળાયેલું છે. એની આર્નોક્સે તેમની સાહિત્યિક કારકિર્દીની શરૂઆત 1974માં એક આત્મકથાત્મક નવલકથા લેસ આર્મોઇર્સ વોડેસ (ક્લીન આઉટ)થી કરી હતી. તેઓને તેમના પુસ્તક 'ધ યર્સ' માટે 2019 માં આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. જેની વર્ષ 2008માં ફ્રેન્ચ વિવેચકોએ ખૂબ પ્રશંસા કરી હતી.




રાજુલા તાલુકાના ધારાનો નેસ ગામમાં રહેતો ધાખડા પરિવાર. રવિરાજભાઈએ આર્મીમાં ફરજ બજાવવાનું સપનું જોયું, વર્ષોથી કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. કેન્સર થતા તેમની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. નશ્વર દેહ જ્યારે વતન આવ્યો ત્યારે અંતિમ વિદાય આપવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તેમની ટિકીટ રદ્દ થાય તેવી માગ સમાજ દ્વારા કરવામાં આવી.. આ બધા વચ્ચે થોડા દિવસ પહેલા સંકલન સમિતી દ્વારા આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ તો હવે પદ્મિની બા વાળાએ પરષોત્તમ રૂપાલાને માફી આપી દીધી છે.

22 એપ્રિલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન લાપતા હતા! તે 17મેના રોજ ઘરે પાછા આવ્યા છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી પરંતુ તે મળ્યા ના હતા ત્યારે તે ઘરે પાછા આવ્યા છે જેને લઈ તેમના પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.