NSA અજીત ડોભાલે આતંકવાદ અને ઈસ્લામ પર જે કહ્યું તે ઘણા લોકોને ખટકશે, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-07-12 21:51:43

વિશ્વના એક મોટા મુસ્લિમ નેતા હાલ ભારતના પ્રવાસે છે. નામ છે મોહમ્મદ બિન અબ્દુલ કરીમ અલ-ઈસા. તેઓ સાઉદી અરબના પૂર્વ કાયદા મંત્રી અને મુસલમાનોના અગ્રણી સંગઠન મુસ્લિમ વર્લ્ડ લીગ  (MWL) ના મહાસચિવ છે. મોહમ્મદ બિન અબ્દુલ કરીમ અલ-ઈસા હાલ છ દિવસના ભારતના પ્રવાસે આવ્યા છે. તેઓ નવી દિલ્હીમાં રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર (NSA) અજીત દોભાલ સાથે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન દોભાલે કહ્યું કે આતંકવાદ કોઈ પણ ધર્મ સાથે સંકડાયેલો નથી, કેટલાક લોકો ગેરમાર્ગે જતા રહે છે ત્યારે આધ્યાત્મિક અને ધાર્મિક નેતાઓનું એ કર્તવ્ય છે કે હિંસાનો માર્ગ અપનાવનારા કોઈ પણ વ્યક્તિનો જોરદાર રીતે વિરોધ કરે. દોભાલે તેમ પણ કહ્યું કે અલ-ઈસાના પ્રયાસોથી કટ્ટરવાદને રોકવામાં મદદ મળે છે.


ભારતમાં કોઈ ધર્મ પર ખતરો નથી


આ કાર્યક્રમ ગઈકાલે દિલ્હીના ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચરલ સેન્ટરમાં થયો હતો જ્યાં તેમણે વક્તવ્ય આપ્યું હતું જેમાં તેમણે ભાષણ આપતા કહ્યું કે "ભારતએ સંસ્કૃતિઓ અને ધર્મોનું મિશ્રણ છે જે સદીઓથી સદભાવનાની સાથે અસ્તિત્વમાં છે. દેશમાં ધાર્મિક સમુહો વચ્ચે ઈસ્લામ મહત્વપૂર્ણ અને ગૌરવનું સ્થાન રાખે છે. ભારતમાં કોઈ ધર્મ ખતરામાં નથી... ભારતમાં તમામ સમસ્યાઓના હલ માટે સહનશીલતા, વાતચીત અને સહયોગને પ્રોત્સાહન આપે છે. ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર પણ છે. તે લોકતંત્રની જનની હોવાની સાથે વિવિધતાની પણ ભૂમિ પણ છે. ભારત તેના તમામ નાગરિકોને તેમની ધાર્મિક, જાતીય અને સાંસ્કૃતિક ઓળખની ચિંતા કર્યા વગર જ તેમનું સન્માન કરવામાં સફળ રહ્યું છે."  


"ભારતમાં દુનિયાની બીજી સૌથી મોટી મુસ્લીમ આબાદી રહે છે અને આ ભૂમિ ઈસ્લામની ગરીમાને યથાવત રાખનારી જગ્યા છે. ભારતની મુસ્લીમ વસ્તી એટલી મોટી છે જેટલી ઈસ્લામિક સહયોગ સંગઠનના 33 દેશની કુલ વસ્તી છે. આવું એટલા માટે સંભવ છે કારણ કે ભારતે વિશ્વના બધા વિચારો, અલગ અલગ સંસ્કૃતિઓ, ધર્મોને ખુલા દિલથી સ્વાગત કર્યા છે અને સ્વીકાર્યા છે. ભારત દુનિયાના તમામ ધર્મોના સતાવેલા લોકો માટે એક ઘરના સ્વરૂપમાં ઉભર્યું છે."


દોભાલે અલ-ઈસાની આ રીતે કરી પ્રશંસા


"તમારી ઈસ્લામ અને દુનિયાના અન્ય ધર્મો અંગેની ઉંડી સમજ, વિવિધ ધર્મો વચ્ચના સદભાવ માટે તમારા પ્રયાસ અને સુધારાના માર્ગે સતત આગળ વધવાના તમારા સાહસે માત્ર ઈસ્લામ અંગે લોકોની સમજણને વધારી નથી પણ કટ્ટરવાદને પણ રોક્યો છે. તેણે તે કટ્ટરપંથી વિચારધારાઓને પણ રોકી છે જે યુવાનોને પરેશાન કરી રહી છે". 


સાઉદી સાથેના સંબંધોની પ્રશંસા કરી


NSA ડોભાલે તેમના સંબોધનમાં ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના મજબૂત સંબંધોની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધો સહિયારી સાંસ્કૃતિક વારસો, સમાન મૂલ્યો અને આર્થિક સંબંધો પર આધારિત છે. તેમના મતે, બંને દેશોના નેતાઓ ભવિષ્ય માટે એક સમાન વિઝન ધરાવે છે અને એકબીજા સાથે સતત વાતચીતમાં છે. 


અલ-ઈસાએ ભારત માટે શું કહ્યું?


અલ-ઈસાએ કહ્યું કે ભારતના મુસ્લિમોને ભારતીય હોવા પર ગર્વ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,'અમે જાણીએ છીએ કે મુસ્લિમો ભારતની વિવિધતાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ભારતના મુસ્લિમોને ભારતીય હોવાનો ગર્વ છે. ધર્મ સહકારનું માધ્યમ બની શકે છે. અમે સમજણ વિકસાવવા માટે દરેક સાથે વાત કરવા તૈયાર છીએ. ભારતે માનવતા માટે ઘણું કર્યું છે. ભારત વિશ્વમાં સહઅસ્તિત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારતના ગૌરવશાળી ઈતિહાસની પ્રશંસા કરતા મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલે કહ્યું, 'અમે ભારતના ઈતિહાસ અને વિવિધતાની પ્રશંસા કરીએ છીએ... વિવિધતામાં એકતા એ વધુ સારો માર્ગ છે. હિન્દુ સમુદાયમાં મારા ઘણા મિત્રો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે