ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ હવે ભારત પર લગાવેલા ટેરીફનું પ્રમાણ ૫૦ ટકાએ પહોંચી ચૂક્યું છે . ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને રશિયન ઓઇલની આયાત બંધ કરવા માટે બરાબર દબાણ બનાવી રહ્યા છે ત્યારે , ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની રાજધાની મોસ્કોની મુલાકાતે છે . જયારે NSA અજિત ડોભાલની મુલાકાત રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે થઈ છે . આ સમગ્ર બાબતની જાણકારી , રશિયાની સ્ટેટ રન ન્યુઝ એજન્સી RIA દ્વારા આપવામાં આવી હતી . બેઉ દેશોના અધિકારીઓ વચ્ચે "સ્ટ્રેટેજિક પાર્ટનશીપ"ના કમિટમેન્ટને લઇને ભાર મુકવામાં આવ્યો હતો. આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ વચ્ચે ભારતે રશિયન ઓઈલની આયાત ચાલુ જ રાખી છે .
NSA અજિત ડોભાલની મુલાકાત રશિયાના સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરી શેરગઇ શોઇગુ સાથે થઇ હતી . આ ઉપરાંત આ બેઠકમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસ પર પર ખુબ ગહન ચર્ચા થઇ છે. આ વર્ષના અંતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવી શકે છે જે ૨૦૨૨ના રશિયા અને યુક્રેન યુદ્ધ પછીનો આ પેહલો ભારત પ્રવાસ હશે . રશિયાના સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરી શેરગઇ શોઇગુએ NSA અજિત ડોભાલની આ મુલાકાતને લઇને કહ્યું છે કે , " રશિયા ભારત સાથે સમાન વ્લર્ડ ઓર્ડર બનાવવા માટે ઉંડાણપૂર્વકનો સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છે. ભારત સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ મજબૂત કરવી તે રશિયાની ટોપ પ્રાયોરિટી છે જે પરસ્પર ભરોસો , મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ અને એકબીજાના હિતોને અનુરૂપ છે. " ગયા અઠવાડીએ , રશિયાએ ભારતની તરફેણમાં નિવેદન આપ્યું હતું કે , " સોવેરીન દેશોને ટ્રેડ પાર્ટનર શોધવાનો અધિકાર છે." હવે વાત કરીએ , રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસની , બેઉ દેશોના નેતાઓનો આ પરસ્પર પ્રવાસ , ભારત અને રશિયા વચ્ચેના પ્રોટોકોલનો ભાગ છે . જોકે , ૨૦૨૨માં રશિયા યુક્રેન યુદ્ધના શરુ થવા સાથે , આ પ્રોટોકોલ અટકી ગયો હતો .પરંતુ તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ , લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓ પછી પેહલા દ્વિપક્ષીય પ્રવાસના ભાગરૂપે જુલાઈ ૨૦૨૪માં રશિયાની મુલાકાત લીધી હતી . પીએમ મોદીના જુલાઈ ૨૦૨૪ના રશિયા પ્રવાસ દરમ્યાન ઇન્ડિયા - રશિયાની એન્યુઅલ સમિટ યોજાઈ હતી .