ઓડિશા ટ્રેન દુર્ઘટના : બાલાસોર પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઘટના સ્થળ પર કરી સમીક્ષા, ઘાયલો સાથે કરી મુલાકાત!


  • Published By :
  • Published Date : 2023-06-03 18:52:51

શુક્રવાર રાત્રે ઓડિશામાં એક દુર્ઘટના ઘટી હતી. ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 200થી વધારે લોકોના મોત થઈ ગયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાને લઈ અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. મમતા બેનર્જીએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શનિવાર બપોરે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. હોસ્પિટલમાં ઘાયલોને  મળવા પણ પહોંચ્યા હતા. પીએમ મોદી સ્થળ મુલાકાત લે તે પહેલા આ ઘટનાને લઈ ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી.

      

બ્લડ ડોનેટ કરવા મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચ્યા!

ઓડિશામાં થયેલી રેલવે દુર્ઘટનાને લઈ તમામ લોકો દુ:ખી થયા હતા અને વિચલીત પણ થયા હતા. 200થી વધારે લોકોના મોત આ રેલવે દુર્ઘટનામાં થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યુની ટીમ દ્વારા બચાવની કામગીરી કરવામાં આવી, સારવાર માટે લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બ્લડને લઈ સારવાર ન અટકે તે માટે મોટી સંખ્યામાં લોકો લોહી ડોનેટ કરવા હોસ્પિટલ પહોંચ્યા હતા. મમતા બેનર્જીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. કેન્દ્ર સરકાર પણ આ મામલે એક્ટિવ દેખાઈ રહી છે. ઘટનાસ્થળની મુલાકાત લેવા અશ્વિની વૈષ્ણવ પહોંચ્યા હતા. ત્યારે પીએમ મોદી પણ બાસાલોર પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું.

દોષિતોને આકરી સજા આપવામાં આવશે - પીએમ મોદી 

ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ પીએમ મોદીએ ઘાયલોની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે કહ્યું કે કેટલાક લોકો, જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે, આ એક દુઃખદ ઘટના છે. જે લોકો ઘાયલ થયા છે તેમની મદદ કરવામાં સરકાર કોઈ કસર છોડશે નહીં. સરકાર પીડિત પરિવારોના દુઃખમાં તેમની સાથે છે. તેમણે કહ્યું કે, આ ઘટના સરકાર માટે ખૂબ જ ગંભીર છે. દરેક સ્તરની તપાસ માટે સૂચનાઓ આપવામાં આવી છે. દોષિતોને આકરી સજા આપવામાં આવશે. તેને છોડમાં આવશે નહીં.    


ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે