ક્રૂડ ઓઈલ 9 ટકા ઘટ્યું, શું દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળશે


  • Published By :
  • Published Date : 2023-01-05 13:46:14

દુનિયાભરમાં વિવિધ વસ્તુઓની માંગ ઘટી રહી છે અને તેના કારણે નિકાશને પણ ફટકો પડ્યો છે.. જો કે હવે સમાન્ય માણસ, ઉદ્યોગ, ધંધા અને પરિવહન માટે અનિવાર્ય મનાતા ક્રુડ ઓઈલની માગમાં પણ ઘટાડો નોંધાયો છે. 


વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ 9 ટકા ઘટ્યું


વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ફ્યુચર્સ માર્ચ બાદ બે દિવસના ઘટાડા બાદ 73 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયું હતું. ચીનમાં કોવિડ-19ના કેસમાં વધારો થયા બાદ દુનિયાભરમાં કમોડિટીના સૌથી મોટા આયાતકાર દેશનું અર્થતંત્ર ડામાડોળ થયું છે. 


ક્રૂડ માર્કેટમાં મંદીના સંકેત


બજારમાં નિકટના ભવિષ્યમાં પુરતા પુરવઠાના સંકેતો મળી રહ્યા છે. કુલ મળીને ક્રૂડ બજારમાં તે મંદીના સંકેત છે. મહત્વની બાબત એ છે કે યુક્રેન યુધ્ધના પગલે રશિયાના ક્રૂડ પર પ્રતિબંધ છતાં આવી સ્થિતી સર્જાઈ છે. 


શું પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટશે


વિશ્વમાં મંદીની આશંકા, યુક્રેન યુધ્ધ, ચીન, જાપાન, સિંગાપોર અને થાઈલેન્ડમાં વધેલુ કોરોના સંક્રમણ સહિતના કારણોને લઈને ક્રૂડની માગ 9 ટકા ઘટી છે. જો  કે તેના કારણે ઘર આંગણે પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વર્ષ 2023માં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી મોદી સરકાર મતદારોને રિઝવવા માટે  ભાવ ઘટાડે તો નવાઈ નહીં.



લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો. આપના બે નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મકિ માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે તે બંને નેતાઓ આવતી કાલે ભાજપમાં જોડાઈ શકે છે...

દેશની સર્વોચ્ચ ન્યાયાલે EVM-VVPAT ને મેચ કરવાની માગ કરતી અરજીઓ પર મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT)ની સાતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)માં પડેલા વોટોની 100 ટકા વેરિફિકેશનની માગણી કરતી પર અરજીને ફગાવી દીધી છે.!

રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો છે જેને કારણે જગતના તાતની ચિંતા વધી છે.

ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.