બેંગલુરૂમાં ઓલા, ઉબેર અને રેપિડોની ઓટો ગેરકાયદે જાહેર, 3 દિવસમાં બંધ થશે સર્વિસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 16:42:17

કર્ણાટક સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગે ઓલા (Ola),ઉબેર  (Uber) અને રેપિડો (Rapido)ને એક નોટિસ ફટકારીને તેમની ઓટો સર્વિસને ગેરકાયદે જાહેર કરી છે. ટ્રાન્સપોર્ટ વિભાગે આ કંપનીઓને ત્રણ દિવસમાં તેમની ઓટો સર્વિસ બંધ કરવાનું કહ્યું છે. તે સાથે જ કેબ સર્વિસ એગ્રીગેટર્સને એક રિપોર્ટ રજૂ કરવા માટે માટે કહ્યું છે. 


શા માટે સરકારે લીધો આ કડક નિર્ણય?


અનેક મુસાફરોએ ટ્રાન્સપોર્ટ વિભાગને આ બાબતની ફરિયાદ કરી હતી કે ઓલા (Ola), ઉબેર (Uber) બે કિલોમીટરથી ઓછા અંતર માટે પણ ઓછામાં ઓછા 100 રૂપિયા ચાર્જ કરે છે. બીજી તરફ બેંગલુરૂમાં બે કિમી સુધીની મુસાફરીના ઓછામાં ઓછા 30 રૂપિયા ભાડું નક્કી છે. અને ત્યાર બાદ કિલોમીટર દીઠ 15 રૂપિયા ચાર્જ આપવાનો હોય છે. 


સરકાર કાયદેસરની કાર્યવાહી કરી શકે છે


ટ્રાન્સપોર્ટ વિભાગની નોટિસ અનુસાર, કેબ એગ્રીગેટર કંપનીઓએ વહેલી તકે તેમની ઓટો સેવાઓ બંધ કરવી પડશે. આ સાથે જ આ કંપનીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ ટેક્સીમાં મુસાફરી કરતા લોકો પાસેથી સરકાર દ્વારા આપવામાં આવેલા ભાડાથી વધુ ભાડું ન વસૂલે. ટ્રાન્સપોર્ટ વિભાગે એમ પણ કહ્યું છે કે જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .