એક તરફ પરષોત્તમ રૂપાલાનો વિવાદ તો બીજી તરફ કિરીટ પટેલનો બફાટ! ગુજરાતમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે Devanshi Joshiએ કેમ રાજા ભરતને યાદ કર્યા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-24 16:50:59

જ્યારે કોઈ વિવાદ ધીરે ધીરે શાંત થવા જઈ રહ્યો હોય, શાંત થવાને આરે હોય ત્યારે નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે વિવાદને ઉશ્કેરી શકે તેવા છે....! ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલો વિવાદ આપણે જાણીએ છીએ.. એક તરફ આ વિવાદ શાંત થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ અનેક નેતાઓ એવા નિવેદનો આપી રહ્યા છે જે વિવાદને ભડકાવાનું કામ કરી શકે છે...! ક્ષત્રિય સમાજને લઈ શરૂ થયેલો વિરોધ શાંત નથી થયો ત્યારે ભાજપના અનેક નેતાઓએ ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યું છે... 

ભાજપનો વિરોધ કરતા દેખાયો ક્ષત્રિય સમાજ   

લોકશાહીના મહાપર્વની આપણે ઉજવણી કરી રહ્યા છીએ... આપણો દેશ લોકશાહીમાં માનનારો દેશ છે તે વાતનો આપણે ગર્વ લેતા હોઈએ છીએ પરંતુ અનેક વખત નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનોને સાંભળતા લાગે કે જાણે લોકશાહીની મજાક બની રહી છે... પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈ આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો. પરષોત્તમ રૂપાલા સામે શરૂ થયેલો વિવાદ ધીમે ધીમે ભાજપના વિરોધમાં પરિવર્તિત થઈ રહ્યો છે.. ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે...


કિરીટ પટેલે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

આ વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું.. રાજા અને રાણીને લઈ આપવામાં આવેલા નિવેદન બાદ તેમણે માફી પણ માગી... સવાલ એ થાય કે આવું બોલવું જ શું કામ છે કે જેને કારણે માફી માગવાની નોબત આવે..? મહત્વનું છે કે રાજ્યમાં હમણાં જે પરસ્થિતિ છે તેમાં આ પ્રકારનું નિવેદન આપવું આગમાં ઘી નાખવાનું કામ કરી શકે છે. નેતા જે પણ ઉપદ્દેશ સાથે બોલ્યા હોય પરંતુ તેમનું નિવેદન રાજ્યની પરિસ્થિતિને બગાડી શકે છે...!


અનેક ઉદાહરણો છે આપણી સામે જેમાં.... 

આપણે ત્યાં, આપણા ઈતિહાસમાં એવી કહાણીઓ મળી આવે છે જેમાં રાજા માટે પુત્ર નહીં પરંતુ પ્રજા સર્વોપરી હતી. રાજાનો પુત્ર રાજા જ હોવો જોઈએ તે વાતને વખોડી નાખે તેવા અનેક ઉદાહરણો આપણી સામે છે.. તેમાનું એક ઉદાહરણ રાજા ભરતનું છે... આ વાતને લઈ મળતા ઉલ્લેખ પ્રમાણે રાજા દુષ્યંત અને શકુંતલાના પુત્ર રાજા ભરતને પોતાના પુત્રોથી અસંતોષ હતો.. જેને કારણે તેમણે તેમને મારી નાખ્યા.. અને મરૂતોને પ્રસન્ન કરીને બૃહસ્પતિના ભારદ્વાજને દત્તક લીધા.. ભારદ્વાજના પુત્ર વિતથને રાજા ભરતના ગાદીના વારસ બનાવ્યા હતા..    આપણે ત્યાં એવી અનેક ઘટનાઓ બની જેણે આપણા ઈતિહાસને કલંકિત કરી છે.. આપણી જનતાએ જે ઘટના ઘટી છે તેનો સ્વીકાર કર્યો છે.. 


આપણે ત્યાં બોલવાની સ્વતંત્રતા છે એનો મતલબ એ નથી થતો કે... 

આજે આપણે લોકશાહીમાં જીવીએ છીએ... વાણી સ્વતંત્રતાનો અધિકાર આપણને મળ્યો છે તેનો મતલબ એ નથી થતો કે બેફામ રીતે પહેલા બોલવાનું અને પછી માફી માગી લેવાની...ત્યારે સવાલ એ થાય કે ક્ષત્રિય સમાજ ઉદારતા બતાવે તો એનો મતલબ એ તો નથી થતો કે કંઈક પર નિવેદન આપવાનું અને છેલ્લે માફી માગી લેવાની...!        



વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.