PM મોદીના જન્મદિવસ પર કોંગ્રેસે કટાક્ષ સાથે વિરોધ નોંધાવ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 18:36:06

અનેક મુદ્દાઓ પર ઘેરવા કેન્દ્ર સરકારને ઘેરવા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. વડાપ્રધાનના જન્મદિવસ પર વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે તો કોંગ્રેસ તેમના જન્મદિવસને રાષ્ટ્રીય બેરોજગારી દિવસ તરીકે ઉજવી રહી છે. વધતી બેરોજગારીને લઈ કોંગ્રેસે વડાપ્રધાન પર નિશાન સાધતા કહ્યું કે મોદીજી, ફોટો પાડવામાંથી અને ફોટો પડાવવામાંથી ઉંચા આવે તો બેરોજગાર યુવાનોની સમસ્યાઓ પર ધ્યાન આપે.  

Congress Slams Bjp After They Shared Photo Of Rahul Gandhi Wearing A  Designer T-shirt | Bharat Jodo Yatra: बीजेपी ने राहुल गांधी की टी-शर्ट को  लेकर कसा तंज, कांग्रेस ने पलटवार करते


રાહુલ ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન

7મી સપ્ટેમ્બરથી રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. પોતાની યાત્રા દરમિયાન કેન્દ્ર સરકારને અનેક પ્રશ્નો પર ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે કોલ્લમ ખાતે રેલી દરમિયાન રાહુલ ગાંધીએ દેશમાં વધી રહેલી બેરોજગારી મુદ્દે ભાજપની સરકાર પર નિશાન સાધ્યું છે. પોતાના સંબોધન વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે વિશ્વના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ આ દેશના એક નેતાના ઘનિષ્ઠ છે.

 

વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી પર કોંગ્રેસનો પ્રહાર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભાજપ અનેક કાર્યક્રમો કરી તેમના જન્મદિવસની ઉજવણી કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસે રાષ્ટ્રીય બેરોજગારી દિવસની ઉજવણી કરી હતી. ચિત્તાની ફોટોગ્રાફી કરી રહેલા વડાપ્રધાન મોદી પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. કોંગ્રેસે લખ્યું કે મોદીજી, ફોટો પાડવામાંથી અને ફોટો પડાવવામાંથી ઉંચા આવે તો બેરોજગાર યુવાનોની સમસ્યાઓ પર ધ્યાન આપે.

  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે