રાહુલ ગાંધીનું સાંસદ પદ જવા પર US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ લોકતંત્રને લઈ કહી મોટી વાત, જાણો શું કહ્યું વેદાંત પટેલે....


  • Published By :
  • Published Date : 2023-03-28 10:21:15

થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ કરવામાં આવ્યું હતું. મોદી સરનેમ પર આપેલા નિવેદનને લઈ સુરતની કોર્ટે તેમને સજા અને દંડ ફટકાર્યો હતો. જે બાદ માત્ર અમુક કલાકોની અંદર જ રાહુલ ગાંધીને સંસદ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે દેશના નહીં પરંતુ વિદેશના મંત્રીઓ પણ નિવેદન આપી રહ્યા છે. વિદેશી મીડિયા પણ આ મામલે ધ્યાન રાખી રહી હતી. ત્યારે અમેરિકાના ડેપ્યુટી પ્રિંસિપલ સ્પોક્સપર્સન વેદાંત પટેલે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

     

શું કહ્યું વેદાંત પટેલે?

વેદાંત પટેલે આ અંગે નિવેદન આપતા કહ્યું કે કાયદો અને ન્યાય તંત્રનું સન્માન કોઈ પણ લોકતંત્રની આધારશિલા છે.અમે ભારતની અદાલતમાં રાહુલ ગાંધીનો  મામલો જોઈ રહ્યા હતા. ભારત સાથે વાતચીતમાં અને લોકતાંત્રિક મૂલ્યોનું મહત્વ, માનવાધિકારોની સુરક્ષા અને અભિવ્યક્તિની આઝાદી પર જોર આપી રહ્યા છે. કારણ કે એ જ કડી છે જે બંને દેશોના લોકતંત્રને મજબૂત કરે છે. 


આ મામલે શું થઈ કાર્યવાહી? 

ઉલ્લેખનીય છે કે 2019માં મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી. જે બાદ તેમની વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. સુરતની કોર્ટમાં આ કેસને લઈ સુનાવણી દાખલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા ઉપરાંત સજા પણ ફટકારી હતી. જે બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા પણ રાહુલ ગાંધીને નોટિસ મોકલી દેવામાં  આવી છે. મળતી માહિતી અનુસાર 22 એપ્રિલ 2023 સુધી રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કરી દેવો પડશે. 


આ મામલે કોંગ્રેસ જોવા મળી શકે છે આક્રામક 

આ મુદ્દાને લઈ કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે. દેશભરમાં આ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ઉપરાંત સંસદમાં પણ કોંગ્રેસના સાંસદો કાળા કપડા પહેરીને આવ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો. ઉપરાંત આવનાર સમયમાં પણ કોંગ્રેસ આ મુદ્દાને લઈ વિરોધ કરી શકે છે તેવી માહિતી મળી રહી છે.     



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .