દિલ્હીમાં બનેલી ઘટના પર સીએમ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સાધ્યું એલજી પર નિશાન! મહિલાઓની સુરક્ષા અંગે એલજીને સીએમના પ્રશ્ન!


  • Published By :
  • Published Date : 2023-05-29 15:54:59

દિલ્હીમાં બનેલી હત્યાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધી છે. 20 વર્ષના સાહિલે 16 વર્ષની સાક્ષી પર જીવલેણ હુમલો કર્યો હતો. ચપ્પુના ઘા મારી તેને ઘાયલ કરી હતી તે ઉપરાંત પથ્થરથી હુમલો કર્યો હતો. ત્યારે આ વાતને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.  આ વાતને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલજી પર નિશાન સાધ્યું હતું. આ ઘટનાને લઈ સીએમ કેજરીવાલે ટ્વિટ કર્યું હતું તે સિવાય દિલ્હીના શિક્ષણમંત્રીએ પણ મહિલાઓની સુરક્ષાને લઈ સવાલ ઉઠાવ્યા છે.


અરવિંદ કેજરીવાલે એલજી પર સાધ્યું નિશાન!

દિલ્હીમાં મુખ્યમંત્રી અને એલજી વચ્ચે ચાલતા વિવાદ અંગે બધા જાણે છે. ત્યારે દિલ્હીમાં સગીરાની થયેલી નિર્મમ હત્યાને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલજી પર નિશાન સાધ્યું છે. ટ્વિટ કરી કેજરીવાલે લખ્યું કે દિલ્હીમાં ખુલ્લેઆમ એક સગીરાની બેરહમીથી હત્યા કરી દેવામાં આવે છે. આ બેહદ દુખદ છે અને દુર્ભાગ્યપૂર્ણ છે. અપરાધી બેખોફ બની રહ્યા છે, પોલીસનો કોઈ ડર જ નથી. એલજી સાહેબ કાયદો વ્યવસ્થા જાણવી તમારી જવાબદારી છે, કંઈક કરો. દિલ્હીના લોકોની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. 


મહિલાની સુરક્ષા પર ધ્યાન આપવા શિક્ષામંત્રીની અપીલ!

અરવિંદ કેજરીવાલ સિવાય દિલ્હીના શિક્ષામંત્રી આતિશીએ પણ ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું કે આ ખોફનાક હત્યા જોઈ રૂંવાડા ઉભા થઈ જાય. હું ઉપરાજ્યપાલને યાદ કરાવા માગું છું કે સંવિધાને તેમને દિલ્હીના લોકોની સુરક્ષાની જવાબદારી આપી છે. પરંતુ તે પોતાનો આખો સમય સીએમ અરવિંદ કેજરીવાલના કામને રોકવામાં લગાવે છે. દિલ્હીની મહિલાઓની સુરક્ષા પર ધ્યાન આપે. આજે દિલ્હીની મહિલા બિલકુલ સુરક્ષિત નથી



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે