કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે ચાલતી ખેંચતાણ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય, કહ્યું 'અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો અધિકાર દિલ્હી સરકાર પાસે હોવો જોઈએ'


  • Published By :
  • Published Date : 2023-05-11 12:47:48

દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલતા વિવાદ પર સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી વિધાનસભાના સદસ્ય બીજા ધારાસભ્યોની જેમ જ ચૂંટાયીને આવ્યા છે. દિલ્હી સરકાર દિલ્હીમાં અધિકારીઓની બદલી અને પોસ્ટિંગને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે પાંચ જજોની બેન્ચે આ મામલે નિર્ણય સંભળાવ્યો છે. જજોએ કહ્યું કે જસ્ટિસ ભૂષણના 2019ના નિર્ણયથી સહમત નથી. દિલ્હી સરકારને સંયુક્ત સચિવ સ્તરથી ઉપરના અધિકારીઓ પર કોઈ સત્તા નથી. એનસીટીડી સંપૂર્ણ રાજ્ય ન હોવા છતાં, તેની પાસે કાયદો ઘડવાની સત્તા છે.

વહીવટી સેવાઓને લઈ સુપ્રીમ કોર્ટે કર્યો મહત્વનો નિર્ણય!

કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે ચાલતો વિવાદ જગ જાહેર છે. વહીવટી સેવાઓને લઈને બંને વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. ત્યારે આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે ચુકાદો સંભળાવતા કહ્યું કે આ સર્વસંમતિથી લેવાયેલ નિર્ણય છે. નિર્ણયને સંભળાવતા જજોએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્યો બંને પાસે કાયદો ઘડવાની સત્તા છે, પરંતુ કેન્દ્ર સરકારે એટલી બધી પણ દખલગીરી ન કરવી જોઈએ કે તે રાજ્ય સરકારનું કામ પોતાના હાથમાં લઈ લે.

 

ઉપરાજ્યપાલ દિલ્હી સરકારની સલાહ પર કામ કરશે - સુપ્રીમ કોર્ટ 

ઉપરાંત એવું પણ જણાવ્યું કે જો કોઈપણ અધિકારીને લાગે છે કે સરકાર તેના પર અંકુશ રાખી શકતી નથી તો તેની જવાબદારી ઘટી જશે અને તેના કામ પર અસર પડશે. ઉપરાજ્યપાલે દિલ્હી સરકારની સલાહ પર જ કામ કરવાનું રહેશે. મહત્વનું છે કે આ મામલે ચૂકાદો 18 જાન્યુઆરીથી આરક્ષિત રાખવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી સીજેઆઈ ઉપરાંત જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે.     


અધિકારીઓની ટ્રાન્સફર, પોસ્ટિંગનો અધિકાર દિલ્હી સરકાર પાસે રહેશે!

આ મામલાનો નિર્ણય સંભળાવતા સીજેઆઈએ કહ્યું કે જો ચૂંટાયેલી સરકારને તેના અધિકારીઓને નિયંત્રિત કરવાનો અધિકાર નથી, તો તે જવાબદારીના સિદ્ધાંતને નિરર્થક બનાવી દેશે. એટલા માટે ટ્રાન્સફર, પોસ્ટિંગનો અધિકાર સરકાર પાસે રહેશે. તે જ સમયે, એલજીએ વહીવટના કામમાં સરકારની સલાહનું પાલન કરવું જોઈએ. 




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.