ફરી એક વખત રાહુલ ગાંધી ટ્રકમાં થયા સવાર! મુસાફરી દરમિયાન રાહુલ ગાંધીએ જાણી ટ્રક ડ્રાઈવરની કમાણી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-13 15:33:26

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી સામાન્ય માણસો સાથે સંવાદ કરી રહ્યા છે. ભારતમાં તો સામાન્ય જનતાની સાથે વાત કરતા અનેક વખત દેખાયા છે ત્યારે અમેરિકામાં પણ ત્યાંના સામાન્ય લોકો સાથે વાતો કરતા દેખાયા છે. ફરી એક વખત રાહુલ ગાંધીએ ટ્રકમાં મુસાફરી કરી છે. વોશિંગ્ટનથી ન્યુયોર્ક સુધીની સફર ટ્રકમાં કરી હતી. મુસાફરીનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે ટ્રક ડાઈવરો સાથે વાત કરી હતી જેમાં તે મહિનામાં કેટલું કમાઈ લે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીએ પોતે આ વીડિયો શેર કર્યો છે.

 



અમેરિકામાં રાહુલ ગાંધીએ કરી ટ્રક મુસાફરી!

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ હાલ અમેરિકાના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેમણે અનેક વખત ભારતની કેન્દ્ર સરકાર પર તેમજ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. અનેક મુદ્દાઓને લઈ વિદેશની ધરતી પર તેમણે ચર્ચા કરી છે. અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકો સાથે વાત કરી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ટ્રકમાં રાહુલ ગાંધી મુસાફરી કરી રહ્યા છે. વોશિંગ્ટનથી ન્યુયોર્ક સુધીની 190 કિલોમીટરની મુસાફરી ટ્રકમાં કરી હતી. પોતાની સફર દરમિયાન તેમણે ડ્રાઈવરોને માસિક કમાણી અંગે પણ પ્રશ્નો પૂછી રહ્યા છે. ડ્રાઈવરની કમાણી અંગે જાણીને તેઓ પણ ચોંકી ગયા છે. 


ડ્રાઈવરોની કમાણી સાંભળી ચોંકી ઉઠ્યા રાહુલ ગાંધી!

ટ્રક મુસાફરી દરમિયાન રાહુલ ગાંધી ડ્રાઈવર સાથે વાતચીત કરતા નજરે પડે છે. ડ્રાઈવર તેજિન્દર ગિલે રાહુલ ગાંધીને જવાબ આપતા કહ્યું તે જો તમે અમેરિકામાં ગાડી ચલાવો છો તો એક મહિનામાં 4 લાખ રુપિયા સરળતાથી કમાઈ શકે છે. ભારત અનુસાર તમે એક મહિનામાં 8 લાખ કમાઈ શકો છો. આ જવાબ સાંભળીને રાહુલ ગાંધી પણ દંગ રહી ગયા હતા. 


ભારતમાં પણ રાહુલ ગાંધીએ કરી હતી ટ્રક મુસાફરી!

મહત્વનું છે કે ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી સતત ચર્ચામાં રહ્યા છે. યાત્રા દરમિયાન આપવામાં આવેલા નિવેદનોને કારણે તે હેડલાઈન્સમાં રહેતા હતા. થોડા સમય પહેલા ભારતમાં પણ તેમણે ટ્રકમાં મુસાફરી કરી હતી. અંબાલાથી ચંડીગઢ ટ્રકમાં બેસી પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓ આ વીડિયોને ટ્વિટ કરી રહ્યા છે. ચંદીગઢની યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ટ્રકને શ્રી મંજી સાહિબ ગુરૂદ્વારા પર રોકાવડાઈ હતી. ત્યારે વિદેશની ધરતી પર પણ ટ્રકની મુસાફરી કરી હતી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે