ફરી એક વખત વધ્યા ખાદ્યતેલના ભાવ, સીંગતેલના ભાવમાં કરાયો આટલો વધારો


  • Published By :
  • Published Date : 2023-01-20 12:25:34

વધતી મોંઘવારીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. મોંઘવારીને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ત્યારે ફરી એક વખત મોંઘવારીનો માર સહન કરવા તૈયાર થવું પડશે કારણ કે સીંગતેલના ભાવમાં વધારો થયો છે. ગુજરાતમાં બે દિવસમાં રૂ.30નો વધારો કરવામાં આવ્યો છે. ખાદ્યતેલના ભાવ વધતા સીંગતેલના ડબ્બાનો ભાવ 2720 પર પહોંચ્યો છે. સીંગતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં 5 રુપિયાનો વધારો કરાયો છે. 

ખાદ્યતેલ હવે થશે સસ્તા, મંજૂર કર્યા 11000 કરોડ, જાણો શું છે પીએમ મોદીનો  મેગા પ્લાન | Now cooking oil will be cheaper, approved 11000 crores, know  what is PM Modi's mega plan - Gujarati Oneindia


30 રુપિયાનો થયો ભાવવધારો

મધ્યમ વર્ગના પરિવારોને વધતી મોંઘવારીને કારણે અનેક વખત સહન કરવાનો વારો આવે છે. અનેક વખત ભાવ વધતા વસ્તુઓ પર કાપ મૂકવો પડે છે. ત્યારે મોંઘવારીનો વધુ એક ઝટકો લાગે તેવા સમાચાર આવ્યા છે. બે દિવસમાં સીંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કરાયો છે. એક સાથે 30 રુપિયાનો વધારો થતા આની સીધી અસર ગૃહિણીના બજેટ પર પડે છે. સીંગતેલની સાથે કપાસિયા તેલના ભાવ પણ વધારવામાં આવ્યા છે.


કપાસિયા તેલમાં પણ કરાયો ભાવવધારો 

હાલ મગફળીની સિઝન પૂરબહારમાં ખીલી છે. મગફળીના મબલક આવક થઈ રહી છે. તે બધા વચ્ચે સીંગતેલના ભાવમાં વધારો થયો છે. 30 રુપિયાનો વધારો થતા એક ડબ્બાની કિંમત 2700ને પાર પહોંચી છે. હાલ સીંગતેલનો ભાવ 2720 પર પહોંચ્યો છે. થોડા સમયથી તેલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી પરંતુ બે દિવસમાં જ 30 રુપિયાનો જંગી ભાવ વધારો કરવામાં આવ્યો છે.   



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.