ઈરાનમાં હિજાબના નિયમોનો વિરોધ, સ્વતંત્ર ભારતમાં હિજાબ પહેરાવવા નિવેદનો અપાય છે


  • Published By :
  • Published Date : 2022-10-27 16:56:11

પોતાના હકો માટે લડવાનો બધાને અધિકાર હોવો જોઈએ.. પછી તે ભારત હોય કે વિશ્વનો કોઈ પણ દેશ હોય... વિવિધ દેશના વિવિધ બંધારણ છે... જેમાં પોતાના દેશને ચલાવવા માટેના નિયમો લખવામાં આવ્યા છે.. ઈરાનના નિયમો સામે એક બાજુ મહિલાઓ માથા પરથી હિજાબ હટાવી વિરોધ કરી રહી છે.. આ હિજાબના વિવાદમાં 200થી વધુ લોકોના મોત પણ થયા છે અને બીજી બાજુ સ્વતંત્ર ભારતમાં મહિલાઓને હિજાબ પહેરાવવા માટે પ્રેરિત કરતો ઓવેસીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.... AIMIM પાર્ટીના અસદ્દુદિન ઓવૈસીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.... તેઓ પત્રકાર પરિષદ સંબોધી કહી રહ્યા છે કે મારા જીવનમાં અથવા મારા મર્યા પછી હિજાબ પહેરવાવાળી બાળકી ભારતની પ્રધાનમંત્રી બને તેવું મારી ઈચ્છા છે...... આવો ફરીથી સાંભલીએ તેમણે શું કહ્યું.. 


ઈરાનમાં વિરોધ અને ભારતમાં હિજાબવાળી મહિલાને પ્રધાનમંત્રી બનાવાની ઈચ્છા

એક બાજુ ઈરાનમાં હિજાબ મામલે મહિલાઓ સંઘર્ષ કરી રહી છે ત્યારે ઔવેસી સાહેબ નિવેદન આપી રહ્યા છે કે  મારા જીવનમાં અથવા મારા મર્યા પછી હિજાબ પહેરવાવાળી બાળકી ભારતની પ્રધાનમંત્રી બને... આ નિવેદન તેમણે એટલા માટે આપ્યું હતું કારણ કે સોશિયલ મીડિયામાં અલ્પસંખ્યક વ્યક્તિ પ્રધાનમંત્રી બને તેવી ચર્ચાઓ ચાલી રહી છે..... 


ઈરાનમાં હિજાબનો શું વિરોધ છે 

ઈરાનમાં મહસા અમીનીના મોત બાદ આ વિરોધ શરૂ થયો છે. 22 વર્ષની અમીનીને 1 સપ્ટેમ્બરે મોરેલિટી પોલીસે ધરપકડ કરી હતી કારણ કે તેમણે હિજાબના નિયમોને માન્યા નહોતા.. પોલીસે તેમના માર માર્યો હતો... અમીનીના માથામાં દંડો વાગતા તેનું મોત થયું હતું... આ ઘટનાએ લોકોને રોષથી ભરી દીદા હતા અને હિજાબ સામે પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા... ઈરાન પોલીસનું આ મામલે માનવું હતું કે અમીનીનું મોત હાર્ટ એટેકથી થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રદર્શનમાં 200થી વદુ લોકોના મોત થઈ ગયા છે..


પહેલા તો એ સમજી લઈએ કે હિજાબ શું છે અને આ હિજાબ આવ્યો ક્યાંથી 

હિજાબ અરબ શબ્દ છે જેનો અર્થ થાય છે અવરોધ, અથવા દિવાલ.. હિજાબ મુસ્લિમ મહિલાઓને સાર્વજનીક જગ્યાઓ પર ચહેરો ઢાંકવાનું એક વસ્ત્ર છે.. સાતમી સદીમાં ઈસ્લામમાં હિજાબ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું હતું. કુરાનમાં મુસ્લીમ મહિલાને સાધારણ કપડા પહેરવાની વાત કરવામાં આવી છે.. ધીમે ધીમે મહિલાઓ હિજાબ પહેરવા લાગી અને અનેક દેશોની અંદર ચહેરો ઢાંકવાની શરૂઆત થઈ અને ચહેરો ઢાંકવા માટે વિવિધ કપડાઓ બહાર આવવા લાગ્યા.. શરિયા અનુસાર તમામ રીતો માન્ય છે. ભારતમાં મુસ્લિમ મહિલા નકાબ, બુર્કા અને સ્કાફ પહેરે છે.







ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે