પઠાણ ફિલ્મનો વધી રહ્યો છે વિરોધ, ફિલ્મને લઈ કાલીચરણ મહારાજે આપ્યું નિવેદન


  • Published By :
  • Published Date : 2022-12-19 11:29:39

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક લોકોએ આ ફિલ્મને લઈ પોતાની પ્રતિક્રિયા આપી છે. ત્યારે મહાત્મા ગાંધી પર વિવાદીત નિવેદન આપનાર કાલીચરણ મહારાજે પઠાણ ફિલ્મ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. નિવેદન આપતા કાલીચરણે કહ્યું કે જે ફિલ્મ ધર્મ વિરોધી હોય તેવી ફિલ્મોનો વિરોધ થવો જોઈએ. આવી ફિલ્મોનો બહિષ્કાર કરવો જોઈએ, જે ધર્મ વિરૂદ્ધ છે અને આવી ફિલ્મોના ડાયરેક્ટર્સને ભિખારી બનાવી દેવા જોઈએ.

Controversial Statement Of Kalicharan In Sant Samagam Of Aligarh - Hindus  Unite For Hindu Nation, Vote On The Basis Of Religion | Kalicharan  Controversy: અલીગઢના સંત સમાગમમાં કાલીચરણનું વિવાદાસ્પદ નિવેદન ...


કાલીચરણ મહારાજે આપી પ્રતિક્રિયા 

આવનાર વર્ષમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું એક ગીત પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ ગીતમાં દિપીકા પાદુકોણના કપડાના કલરને લઈ વિવાદ છેડાઈ ગયો છે. અને દર્શકે આ ફિલ્મને બોયકોટ કરવાની માગ કરી રહ્યા છે. આ ફિલ્મને લઈ અનેક નિવેદનો પણ સામે આવ્યા છે. આ ફિલ્મનો વિરોધ અનેક સંતો, મહંતો પણ કરી રહ્યા છે. ત્યારે કાલીચરણ મહારાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. અને આ વિવાદીત ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. 

હિન્દુત્વ સાથે ખરાબ કરવાનું બોલિવૂડે નક્કી કર્યું છે, શાહરુખ અને દીપુડીની  ફિલ્મ રિલીઝ થવા દઈશું નહીં' | Pathan Movie Song Controversy: Rajbha Gadhvi  said Bollywood has ...


હિંદુ વિરોધી ફિલ્મ બનાવતા ડાયરેક્ટરને ભિખારી બનાવી દો - કાલીચરણ 

પોતાના નિવેદનમાં કાલીચરણ મહારાજે કહ્યું કે આવી ફિલ્મોનો બહિષ્કાર થવો જોઈએ, જે ધર્મ વિરૂદ્ધ છે. અને આવી ફિલ્મ બનાવનાર ડાયરેક્ટર્સને ભિખારી બનાવી દેવા જોઈએ, ઉપરાંત તેમણે કહ્યું કે હું તમામ હિન્દુઓને અપીલ કરૂ છું કે હિન્દુ ધર્મનું અપમાન કરનાર જેટલા પણ ધર્મ દ્રોહી ફિલ્મ બનાવી રહ્યા છે, તેમનો બહિષ્કાર કરવો જોઈએ. અને તમામને સબર શિખવાડવો જોઈએ કે ધર્મનું અપમાન કરનારને કેવી સજા મળે છે.   


અનેક સંતોએ આપી છે પઠાણ ફિલ્મને લઈ પ્રતિક્રિયા 

આ પહેલા હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણીએ પણ આ ફિલ્મને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ ભગવા રંગનું અપમાન ભારત સહન નહીં કરે. આ ભગવા અને સનાતન ધર્મનું અપમાન છે. ઉપરાંત અયોધ્યાના મહંત રાજુદાસે પણ આનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે થિયેટરમાં પઠાણ ફિલ્મ લાગી હોય તેને ફૂંકી મારવાની હાંકલ કરી છે.   


ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી