Vadodara હરણી લેક દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગેની તપાસ કરવા માટે અપાયો આદેશ, તપાસનો ધમધમાટ તો શરૂ થયો પરંતુ પરિણામ શું આવશે?


  • Published By :
  • Published Date : 2024-01-19 09:39:41

ગઈકાલે વડોદરામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ. બેદરકારીને કારણે અનેક માસુમોના જીવ ગયા છે. પિકનીક માટે ગયેલું બાળક પાછું જ ન આવે તો તે માતા-પિતાની પિડા શું હશે તે આપણે નહીં જાણી શકીએ. આપણને કદાચ આ વાત સામાન્ય લાગી શકે કે આવી ઘટનાઓ તો બનતી રહે છે, કરોડોની વસ્તીમાં કોઈ મરે તો આપણને વધારે દુખ નથી થતું. આપણી સંવદેનશીલતા મરી પરવારી છે. પરંતુ જે માતા પિતાએ  પોતાના વ્હાલ સોયાને ગુમાવ્યા છે તે જ આ પીડાની અનુભુતી કરી શકશે. બોટ પલટી જવાને કારણે 11 જેટલા માસુમો તેમજ શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

Image


10 દિવસની અંદર તપાસ અંગેનો રિપોર્ટ આપવા કરાયો આદેશ! 

ઘટનાની જાણ થતાં જ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, પીએમઓ ઓફિસ, સહિતના નેતાઓ દ્વારા આ ઘટના અંગે દુખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી તેમજ  ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચી ગયા હતા. દર વખતની જેમ આ ઘટના અંગે પણ તપાસ કરવામાં આવશે. વડોદરા જિલ્લા મેજીસ્ટ્રેટને આ અંગેની તપાસ સોંપવામાં આવી છે. 10 દિવસની અંદર રાજ્ય સરકારને રિપોર્ટ સોંપવાનો આદેશ અપાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Image


સહાય આપવાથી થોડી પાછા આવશે મૃતકો?  

આ ઘટના બાદ પીએમઓ દ્વારા મૃતકો તેમજ ઘાયલોને સહાય આપવાની જાહેરાત કરી હતી. 2 લાખ વળતરની જાહેરાત મૃતકોના પરિવારજનોને આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત રાજ્ય સરકારે પણ મૃતકોના પરિવારને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વડોદરા પહોંચ્યા હતા. હોસ્પિટલની મુલાકાત લીધી હતી, સંવેદના વ્યક્ત કરી, સહાય આપવાની જાહેરાત કરી પરંતુ શું સહાય આપવાથી, સંવેદના પાઠવાથી પરિવારને પોતાનું બાળક મળી જશે? 


જો આપણે ઈતિહાસમાંથી નહીં શીખીએ તો

તક્ષશિલા કાંડ હોય, કાંકરિયામાં તૂટી પડેલી રાઈડની દુર્ઘટના હોય કે પછી મોરબીમાં બનેલી કરૂણાંતિકા હોય તેમાં માત્ર આંકડાઓ બદલાયા છે પરંતુ તે બાદની પરિસ્થિતિ નથી સુધરી! માનવમાં રહેલી સંવેદનશીલતા પણ મરી પરવારી હોય તેવું લાગી રહ્યું છે. આપણે ઈતિહાસમાંથી નથી શીખતા તેને કારણે જ આવી દુર્ઘટનાઓ વર્તમાનમાં પણ જોવી પડે છે. મહત્વનું છે કે હવે પણ જો આપણે આવી દુર્ઘટનાઓમાંથી નહીં શીખીએ તો ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ બનતી રહેશે!      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે