OTT પર વધતી અશ્લીલતા અને ગાળાગાળી મુદ્દે સરકારનું આકરૂ વલણ, શું કહ્યું મંત્રી અનુરાગ ઠાકુરે? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-20 20:59:32

OTT પ્લેટફોર્મ પર આવતા કન્ટેન્ટમાં અશ્લીલતાની ફરિયાદો અંગે કેન્દ્ર સરકારે કડક વલણ અખત્યાર કર્યું છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરેએ કહ્યું કે સર્જનાત્મકતાના નામે અપશબ્દો સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે જો નિયમોમાં કોઈ ફેરફાર કરવાની જરૂર પડશે તો મંત્રાલય તે દિશામાં પણ વિચાર કરશે. આવી સ્થિતિમાં, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર ટૂંક સમયમાં OTT કન્ટેન્ટને લગતા નિયમોમાં સુધારો કરી શકે છે. આમ હવે સ્ટ્રીમિંગ સર્વિસ આપતી  Netflix, Hotstar, Amazon Prime અને Zee Videoની મુશ્કેલી વધી શકે.


અશ્લીલતા અને અપશબ્દોની ફરિયાદો મળી


કેન્દ્રીય માહિતી પ્રસારણ અને રમતગમત અને યુવા બાબતોના મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે નાગપુરમાં જણાવ્યું હતું કે OTT પ્લેટફોર્મ પર વધતી અશ્લીલતા અને અપશબ્દોની ફરિયાદો અંગે સરકાર ગંભીર છે. તેમણે કહ્યું કે સર્જનાત્મકતાના નામે અપમાનજનક ભાષાને સાંખી લેવામાં આવશે નહીં. જો આ અંગેના નિયમોમાં કોઈ ફેરફાર કરવાની જરૂર પડશે તો મંત્રાલય તે દિશામાં પણ વિચાર કરશે. કારણ કે આ પ્લેટફોર્મને સર્જનાત્મકતા માટે સ્વતંત્રતા આપવામાં આવી હતી, અપશબ્દો અને અશ્લીલતા માટે નહીં.


નિયમોમાં ફેરફાર અંગે સરકાર નિર્ણય લેશે


કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જ્યારે સરકારના સ્તર પર આ વાત આવે છે, ત્યારે નિયમો અનુસાર વિભાગીય સમિતિની રચના કરવામાં આવે છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોમાં, ફરિયાદો સતત વધવા લાગી છે અને વિભાગ તેને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યું છે. જો અમારે આ અંગે નિયમોમાં ફેરફાર કરવો પડશે, તો પણ અમે ખૂબ ગંભીરતાથી વિચારીશું.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.