OTT Platform : XXX Season-2ને લઈ ALT Balaji વિરૂદ્ધ દાખલ થયો કેસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-04 17:05:48

એક જમાનો હતો જ્યારે લોકો ટીવીના શોખીન હતા પરંતુ જેમ જેમ જમાનો બદલાયો છે તેમ તેમ લોકો ઓનલાઈન તરફ વળી રહ્યા છે. ઓટીટી પ્લેટફોર્મ પર આવતી સિરીઝ લોકોની પસંદગી બની છે. પરંતુ ઓટીટી પ્લેટફોર્મ પર એવી વસ્તુ બતાવવામાં આવતી હોય છે જે સમાજ માટે હાનિકારક હોય છે. અનેક વખત સંબંધો શર્મસાર થઈ જાય તેવા દ્રશ્યો સામે બતાવવામાં આવતા હોય છે. અશ્લીલ વસ્તુ દર્શાવવામાં આવતી હોય છે. ત્યારે એકતા કપૂરની સિરીઝ XXX season 2 વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. 

Supreme Court slams Ekta Kapoor for 'polluting' minds of young generation with her 'XXX' series

ઓટીટી પ્લેટફોર્મ પર લગાવવામાં આવે લગામ!

દેશમાં અનેક ઓટીટી પ્લેટફોર્મ ચાલે છે. જેમ કે નેટફ્લિક્સથી લઈને ડિઝની પ્લસ હોટ સ્ટાર, એમેઝોન પ્રાઈમ, જિયો સિનેમા, ઝી વગેરે વગેરે... અગણિત ઓટીટી પ્લેટફોર્મ છે જેમાં બતાવવામાં આવતું કન્ટેન્ટ બિભત્સ હોય છે. અનેક એવા સીન હોય છે જે કદાચ સામાન્ય રીતે આપણે જોતા નથી હોતા. થોડા સમય પહેલા એવી માગ ઉઠી હતી કે ઓટીટી પર બતાવવામાં આવતા કન્ટેન્ટ પર વોચ રાખવો જોઈએ. સંબંધોને લાંછન લગાડે તેવા અનેક કિસ્સાઓ આપણે સિરીઝમાં જોતા હોઈએ છીએ. 

Ekta Kapoor's ALT Balaji to Launch a New Series | India Forums

XXX Season -2ને લઈ એકતા કપૂર વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી!

એકતા કપુરની એએલટી બાલાજી વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં રહેતા એક વ્યક્તિએ પોલીસ કમ્પ્લેન કરી છે. એ ફરિયાદમાં એવું જણાવવામાં આવ્યું છે કે ફરિયાદી સોશિયલ મીડિયા પર  તેમણે XXX Season -2 Episode 4 - Sampoorn rishtaના અમુક ક્લીપ જોઈ જેમાં મહિલાઓના સન્માન પર ઠેસ પહોંચી છે. એ સિરીઝમાં મહિલાઓ પોતાના પરિવારજનો સાથે સંબંધ બાંધતી હોય તેવુ દર્શાવવામાં આવ્યું છે. તે સિરિઝમાં અનેક એવા દ્રશ્યો જે જેને લઈ આપત્તિ થઈ શકે છે. મહિલાઓના સન્માનને ઠેસ પહોંચે તે રીતે દર્શવવામાં આવ્યું છે. 


ઓટીટી પ્લેટફોર્મ પર બતાવવામાં આવે છે બિભત્સ કન્ટેન્ટ

મહત્વનું છે કે ઓટીટી પ્લેટફોર્મ પર બતાવવામાં આવતું સમાજ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. પોર્ન સિન, કિસિંગ સિન જેવા અનેક દ્રશ્યો ઓટીટી પ્લેટફોર્મ પર બતાવવામાં આવે છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.