અમેરિકામાં 27 અજગર પકડનારા બે મદારીઓને મળ્યો પદ્મશ્રી, કોણ છે સદાઈયાન અને વૈદિવેલ?


  • Published By :
  • Published Date : 2023-01-26 17:29:32

તમિલનાડુમાં સાપ પકડનારા બે મિત્રોને પદ્મશ્રી મળ્યો છે. તમિલનાડુમાં ઈરૂલા જનજાતિના બે મદારીઓ માસી સદાઈયાન અને વૈદિવેલ ગોપાલને પદ્મશ્રીની જાહેરાત થઈ છે. પ્રજાસત્તાક દિનના પ્રસંગે દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ બંને પરંપરાગત રીતે સાપ, નાગ અને અજગર સહિતના ખતરનાક જીવોને પકડવામાં મહારત ધરાવે છે. તેમણે કોઈ ઔપચારિક શિક્ષણ પણ મેળવ્યું નથી. રસપ્રદ  વાત એ છે કે જ્યારે તેઓ સાપ પકડવામાં વ્યસ્ત હતા ત્યારે જ ફોનની રિંગ વાગી અને જાણવા મળ્યું કે તેમને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. તેમણે સાંભળ્યું એક મિનિટ વાત કરી અને ફરી પાછા તેમના કામમાં લાગી ગયા. 

 

અજગરને દેશી ટેકનીકથી પકડે છે


માસી સદાઈયાન અને વૈદિવેલ ગોપાલને આ વારસો તેમના પૂર્વજો પાસેથી મળ્યો છે. તેઓ સાપને પકડવા માટે જૂની અને દેશી તકનીકોનો ઉપયોગ કરે છે.

 

ઇરુલાના આદિવાસીઓ સાપ પકડવા માટે પ્રખ્યાત 


ઈરુલા લોકો તમિલનાડુમાં દેનાકાનીકોટ્ટાઈ નજીક જંગલવાળા વિસ્તારોમાં રહે છે પરંતુ તેઓ કન્નડ ભાષા પણ સારી રીતે બોલી જાણે છે. તેઓ ઉંદરો અને સાપ પકડવામાં નિષ્ણાત છે.


2017માં 27 અજગર પકડ્યા હતા


2017માં અજગરથી પરેશાન અમેરિકાએ બંનેને અમેરિકન જંગલોમાં હાજર બર્મન મૂળના અજગરને પકડવા માટે બોલાવ્યા હતા. અમેરિકામાં માસી અને વૈદિવેલ સાથે મળીને ત્યારે 27 અજગર પકડ્યા હતા. આમાંથી ઘણી દુર્લભ પ્રજાતિઓ હતી. વૈદિવેલ અને માસીએ માત્ર 8 દિવસમાં 13 અજગર પકડ્યા. બંનેએ 16 ફૂટ લાંબી માદા અજગરને પકડીને ફ્લોરિડા ફિશ એન્ડ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન કમિશનના અધિકારીઓને ચોંકાવી દીધા હતા.અમેરિકાએ પણ તેમને 44 લાખ રૂપિયા આપ્યા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે