પાકિસ્તાન પર 130 અબજ ડોલરનું દેવું, અમેરિકાની થિંક ટેન્કએ આપી આ ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-04-07 17:57:52

કંગાળ થઈ ચુકેલા પાકિસ્તાનને લઈ અમેરિકાની પ્રખ્યાત થિંક ટેન્ક યુનાઈટેડ સ્ટેટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ પીસએ મોટી ચેતવણી આપી છે. USIPએ કહ્યું છે કે પાકિસ્તાન હાલના સમયે ઈતિહાસના સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. તેણે ચેતવણી આપી છે કે તેને એ વાતનો વાસ્તવિક ખતરો છે કે પાકિસ્તાન ડિફોલ્ટ થઈ શકે છે. થિંક ટેન્કએ કહ્યું કે દેશમાં મોંઘવારી ચરમ પર છે, અને રાજનીતિક સંકટ તથા આતંકવાદ વધી રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાને 130 અબજ ડોલરનું વિદેશી દેવું ચૂકવવાનું છે.


77.5 અબજ ડોલરની લોન ચૂકવવાની બાકી


થિંક ટેકએ કહ્યું કે એપ્રિલ 2023થી જુન 2026 વચ્ચે પાકિસ્તાને 77.5 અબજ ડોલરની લોન ચૂકવવાની છે. તેનાથી વિપરીત પાકિસ્તાનની કુલ અર્થવ્યવસ્થા 350 અબજ ડોલર જ છે. આ દરમિયાન પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક દારે તેમનો અમેરિકાનો પ્રવાસ   રદ્દ કરી દીધો છે. ઈશાક દાર તેમની અમેરિકાની યાત્રા દરમિયાન વિશ્વ બેંક અને આઈએમએફની બેઠકોમાં ભાગ લેવા તથા 1.1 અબજ ડોલરના રાહત પેકેજના સંબંધમાં અધિકારીઓ સાથે ચર્ચા કરવાના હતા. 



થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું. ભાજપમાં ક્યારે જોડાશે તેની રાહ જોવામાં આવતી. ત્યારે થોડા દિવસ પહેલા તેમણે કેસરિયો ધારણ કર્યો છે. આ કાર્યક્રમમાં કુમાર કાનાણી ગેરહાજર હતા જેને લઈ અનેક સવાલો થયા.

ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર અનેક જગ્યાઓ પર પહોંચી ગયો છે. પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે.

બાળકોને જોઈ અનેક લોકોને પોતાનું બાળપણ યાદ આવે છે... માતાની મમતા યાદ આવે છે અને બાપુજી દ્વારા આપવામાં આવતો ઠપકો યાદ આવે છે..

પરેશ ધાનાણી ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર છે. પ્રચાર દરમિયાન અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ચૂંટણી પ્રચારમાં પાણીપુરી શબ્દનો પ્રયોગ થયો છે.