પાકિસ્તાન ડિફોલ્ટ થવાથી બચવા મહત્વની 5 કંપનીઓમાં હિસ્સો UAEને વેચશે


  • Published By :
  • Published Date : 2023-01-31 13:53:24

પાકિસ્તાન આર્થિક સંકટથી ડિફોલ્ટ થવાની સ્થિતીએ પહોંચી ગયું છે, પાકિસ્તાનના મિત્ર દેશ સાઉદી અરેબિયા, સંયુક્ત અરબ અમિરાત અને ચીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તે શાહબાઝ શરીફની સરકારને ભીખ નહીં જ આપે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફની સરકારે હવે UAEને પાંચ મોટી સરકારી કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે.


આ 5 પાંચ  કંપનીઓમાં હિસ્સો વેચશે


શાહબાઝ શરીફની સરકારે પાકિસ્તાનની સરકારી ઓઈલ કંપની અને ગેસ કંપની, પાકિસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ, નેશનલ બેંક ઓફ પાકિસ્તાન, પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન, પાકિસ્તાન નેશનલ શિપિંગ કોર્પોરેશનમાં ભાગદારી વેચશે. પાકિસ્તાન સરકાર હાલ  UAE સાથે આ કંપનીઓ વેચવા માટે ચર્ચા શરૂ કરી છે.  UAEની સરકારે હવે પાકિસ્તાનને કોઈ પણ ફ્રિ આર્થિક સહાય કરવાનો ઇન્કાર કરી દીધો છે. તે ઉપરાંત સોલાર પાવર, એરપોર્ટ ઓથોરિટીમાં રોકાણ કરાવાનો પણ પ્રસ્તાવ આપ્યો છે. આ અગ્રણી કંપનીઓમાં  UAE પહેલાથી જ 300 અબજ ડોલરનો રોકાણ પોર્ટફોલિયો ધરાવે છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદના એરપોર્ટનું મેનેજમેન્ટ UAEની કંપનીને આપવા માગે છે.


IMFનો પણ લોન આપવાનો ઈન્કાર 


પાકિસ્તાનને IMFએ પણ લોન આપવાનો ઈન્કાર કરી દીધો છે, IMFએ પાકિસ્તાન સરકારને વિવિધ સબસિડી બંધ અને પ્રજા પર વાધારનો ટેક્સ ઝિંકવાની સલાહ આપી છે.  



મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો